LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્ત્વની બેઠક

 

મોસ્કોઃ LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે પાંચ પોઈન્ટ પર સહમતિ બની ગઈ છે. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે ગુરુવારે મોસ્કોમાં થયેલી બેઠકમાં સહમતિ બની છે. એક ટોચના સરકારી સૂત્રના જણાવ્યાં મુજબ ક્ષ્ફૂફૂ ફ્ફૂરૂસ્ર્ની સહયોગી ચેનલ ષ્ત્બ્ફ્ને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે લગભગ ૨ કલાક સુધી વાતચીત ચાલી જમાં પાંચ પોઈન્ટના એજન્ડા પર સહમતિ બની છે. જેથી  કરીને સરહદે ચાલી રહેલા તણાવને ઓછો કરી શકાય. આ સંલગ્ન એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ બંને પક્ષની સેનાઓ પોતાની વાતચીત ચાલુ રાખશે અને પોતાના સ્તર પર તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરશે. 

આ પાંચ પોઈન્ટ પર સહમતિ બની…

૧. બંને પક્ષની સેનાઓ પોતપોતાના સ્તરે વાતચીત ચાલુ રાખશે અને પોતાના સ્તરે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરશે. ૨. સરહદ સંબંધિત મામલાઓ પર વિશેષ પ્રતિનિધિ તંત્ર (લ્ય્)ના માધ્યમથી સંવાદ ચાલુ રાખશે.  ૩. અગાઉની તમામ સમજૂતિઓને ધ્યાનમાં રાખવામાં આવશે. ૪. મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી. ૫. સરહદી ક્ષેત્રોમાં શાંતિ માટે વિશ્વાસ કાયમ કરવાના પ્રયત્નોમાં તેજી લાવવામાં આવશે. 

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે બંને દેશો સરહદી ક્ષેત્રોમાં શાંતિ જાળવવા માટે અગાઉ થયેલી તમામ સમજૂતિઓને ધ્યાનમાં લેશે. વિદેશમંત્રીઓની આ બેઠકમાં બંને પક્ષ સરહદ સંબંધિત મામલા પર વિશેષ પ્રતિનિધિ તંત્રના માધ્યમથી સંવાદ ચાલુ રાખવા પર સહમત થયા છે. 

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા કલાકાર અજીત ડોભાલ અને ચીની એફએમના નેતૃત્વમાં એસઆર(લ્ય્) સ્તરનું આ તંત્ર ન્ખ્ઘ્ પર છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ગતિરોધને લઈને બે વાર મળી ચૂક્યું છે. તેના ઉપર પણ સહમતિ વ્યક્ત કરાઈ છે કે બંને પક્ષ હાલના હાલાત સુધર્યા બાદ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે વિશ્વાસ નિર્મિત કરવાના કાર્યોમાં તેજી લાવશે. 

તાજા વિવાદ વચ્ચે પહેલીવાર એવું બન્યું છે કે બંને દેશના વિદેશમંત્રીઓએ આ પ્રકારે બેઠક કરી છે. બેઠકમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધુ. તેમણે સ્વીકાર્યું કે સરહદી વિવાદ જેવા મુદ્દાઓને ઉકેલવામાં સમય જાય છે. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ વગર આગળ વધી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે પૂર્વ લદાખની હાલની ઘટનાઓએ દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત કર્યા છે અને સમસ્યાનું તત્કાળ સમાધાન બંને દેશોના હિતમાં રહેશે. આ બેઠકમાં ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરી અને રશિયામાં ભારતના રાજદૂત બાલા વેંકટેશ શર્મા પણ ઉપસ્થિત હતાં. બંને નેતાઓની મુલાકાતમાં ભારતે કહ્યું કે LAC પર ચીની સૈનિકોની કાર્યવાહી માત્ર ચિંતાનો વિષય જ નહીં પરંતુ તે ૧૯૯૩ અને ૧૯૯૬માં ભારત અને ચીન વચ્ચે થયેલા કરારનો ભંગ પણ છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ચીની સેનાએ અનેક જગ્યાઓ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી જે સીધી રીતે દ્વિપક્ષીય સંધિઓ અને પ્રોટોકોલનો ભંગ છે. 

ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે ચીન સરહદી ક્ષેત્રોના મેનેજમેન્ટ પર અગાઉ થયેલી તમામ સમજૂતિઓનું પાલન કરે અને એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ હંમેશા સંધિઓ અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. બંને નેતાઓ વચ્ચે થેયલી આ મહત્ત્વપૂર્ણ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે સૈન્ય કમાન્ડર સ્તર પર સૈનિકોની તૈનાતીને લઈને જલદી કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. ગ્રાઉન્ડ કમાન્ડરોએ ગુરુવારે કોર કમાન્ડર સ્તરની છઠ્ઠા સ્તરની વાર્તા માટે સહમતિ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here