ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન દેવાંગ પટેલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ બંને ટીમોના વિદ્યાર્થીઓએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન ૨૦૨૦માં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાને વિજેતા થઈ ગૌરવ વધાર્યું છે.     

 

 

સ્માર્ટ ઈન્ડિયા હેકેથોન ૨૦૨૦ દેશવ્યાપી પહેલ છે જે આપણાં રોજબરોજના જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવાનું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પૂરું પાડે છે. સ્માર્ટ ઈન્ડિયા હેકેથોન ૨૦૨૦ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર એડિશનઃ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ કેન્દ્ર અને રાજય મંત્રાલય, વિભાગો, PSU, ઉદ્યોગો, NGO દ્વારા સબમિટ કરવામાં આવ્યા હતા  ભારત સરકારે સ્માર્ટ ઈન્ડિયા હેકેથોન ૨૦૨૦ની જાહેરાત કરી હતી અને વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યા હતા. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરીંગના ડીન અને DEPSTAR પ્રિન્સિપાલ ડો. અમિત ગણાત્રાએ   વિદ્યાર્થીઓની બેસ્ટ ટીમ પસંદ કરવા ઝ઼ચ્ભ્લ્વ્ખ્ય્ના પ્રો. મોહમ્મદ બોહરાને જ્વાબદારી આપી હતી.  

સોફ્ટવેર એડિશન માટે DEPSTAR  CSE અને CE વિભાગની બે ટીમ IIT-III Tઅન્ય ટીમો સાથે ફાઈનલમાં પહોંચી હતી, બંને ટીમો નિષ્ણાતો દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકેથોન ૨૦૨૦ની વિજેતા જાહેર થઈ હતી.  બંને ટીમો IIT-NIT-IIIT-VIT-BITS-અન્ય ડીમ્ડ યુનિવર્સિટીઓની ટીમોને હરાવી રાષ્ટ્રીય સ્તરે વિજેતા થઈ હતી. બંને ટીમોને ભારત સરકાર દ્વારા રૂ. એક-એક લાખનું ઈનામ મળ્યું હતું.

૬ વિદ્યાર્થીઓની ટીમ ટીમલીડર વિધિ કાપડિયા સાથે વૈશ્વિ પટેલ, તીર્થરાજસિંહ ઝાલા, રાહુલ કા. પટેલ, ઋષિરાજ સિંહ પરમાર, શક્તિસિંહ ઝાલાએ મધ્ય પ્રદેશ સરકારે આપેલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કાર્ય કર્યું હતું. તેઓએ ટેકસટાઇલ (ક્લોથ્સ) રેકોગ્નિશન એન્ડ કમ્પાઇલેશન ઇન ડેટાબેઝ માટે સોફ્ટવેર વિકસાવ્યું હતું. ટીમને મધ્ય પ્રદેશના DGP મૈથિલી શરણ ગુપ્તા સમક્ષ તેઓનું સોલ્યુશન રજૂ કરવાની તક મળી હતી. તેઓએ પોતાનો પ્રોજેકટ દર્શાવ્યો અને જણાવ્યુ કે કેવી રીતે તે ભારત સરકારની પહેલ નેશનલ પોલીસ મિશન ૨૦૨૦ ક્રાઇમ ફ્રી ભારતમાં પ્રદાન આપી શકે છે. મધ્ય પ્રદેશના DGP મૈથિલી શરણ ગુપ્તાએ તેઓનું સ્ટાર્ટ અપ AI-આધારિત ઇન્ટેલીજન્ટ સોલ્યુશન્સને આપવા ઓફર કરી જે ગુનાઓની તપાસ કરવામાં સહાયરૂપ થઈ શકે છે. તેમણે આ પ્રકારની વધુ ટેલેન્ટ સાથે કામ કરવા ચારુસેટ યુનિવર્સિટી સાથે MOU કરવા રસ દર્શાવ્યો હતો. આ  સિદ્ધિ પ્રો. મોહમ્મદ બોહરાના સતત પ્રયાસો અને પ્રિન્સિપાલ ડો. અમિત ગણાત્રા, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના વડા પ્રો. દ્વિપના ગર્ગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. અમિત નાયક અને  કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરીંગના વડા પ્રો. પાર્થ ગોયેલના સમર્થનને આભારી છે.