૩૪ વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ મંજૂરઃ  RSS વિચારધારામાં ખોટું શું છે?

 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે નવી શિક્ષા નીતિને મંજૂરી આપી દીધી છે. નવી શિક્ષા નીતિ વિશે જણાવતા પૂર્વ માનવ સંશાધન વિકાસ મંત્રી અને વર્તમાન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની વિચારધારામાં ખોટું શું છે, શું સારા માણસ બનાવવા ખોટી વાત છે?

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે નવી શિક્ષણ નીતિથી ભવિષ્યમાં સ્કુલ બેગનો ભાર ઓછો થઈ જશે. આનાથી સ્કિલ વધશે અને રોજગારની તકો વધશેે. વિકલ્પ તરીકે સ્થાનિક ભાષા પણ રહેશે. જે દ્વારા ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કુલ પર કોઈ ભાર પડશે નહીં.

નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે સંસદની સ્થાયી કમિટીની સામે બિલ પર બે વાર ચર્ચા થઈ છે. આ સાથે જ તમામ સાંસદો અને બ્લોક-પંચાયત સ્તરે બિલના મુદ્દે ચર્ચા થઈ હતી. તમામની સલાહ લીધા બાદ નરેન્દ્ર મોદી સરકારે બિલને મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતથી લઈને તમામ શિક્ષણ વિદોની સલાહ બાદ નવી શિક્ષણ નીતિને તૈયાર કરવામાં આવી હતી. RSSની વિચારધારા શું છે? શું રાષ્ટ્રહિતની વાત કરવી ખોટું છે? તેઓ શું ઈચ્છે છે કે રાષ્ટ્રવિરોધી શિક્ષણ આપવામાં આવે. નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણમાં ૧૦+૨ ફોર્મેટને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેને ૧૦+૨ માંથી ૫+૩+૩+૪ ફોર્મેટમાં પરિવર્તિત કરવામાં આવશે. હવે શાળાના પહેલા પાંચ વર્ષમાં પ્રિ-પ્રાઈમરી સ્કુલના ત્રણ વર્ષ અને ધોરણ-૧ અને ૨ સહિત ફાઉન્ડેશન સ્ટેજમાં સામેલ થશે. બાકીના ૩ વર્ષને ધોરણ ત્રણથી પાંચની તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. તે બાદમાં ધોરણ ૬ થી ૮ અને માધ્યમિક ચાર વર્ષ (૯ થી ૧૨) હશે. 

વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજુરી આપવામાં આવી છે. ૩૪ વર્ષથી શિક્ષણ નીતિમાં પરિવર્તન થયું નહોતું. તેમણે કહ્યું કે, સરકારે શિક્ષણ નીતિને લઈને બે સમિતિઓ બનાવી હતી. એક ટીએસઆર સુબ્રમણ્યમ સમિતિ અને બીજી ડો. કસ્તૂરીરંગન સમિતિ બનાવવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here