કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન : દુનિયાભરમાં કુલ 1લાખ લોકોમાં  કોરોનાથી સંક્રમિત લોકો 62 છે, જયારે ભારતમાં  એક લાખ લોકોમાં માત્ર 7.9 વ્યક્તિઓ જ કોરાનાથી સંક્રમિત છે. 

        કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં કરેલા સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીનું  વિશ્વમાં જે રીતે સંક્રમણ થયું છે, તેની સરખામણીએ ભારતમાં તો બહુ જ ઓછું છે. ભારતમાં સમયસર લેવામાંઆવેલા પગલાં અને લોકડાઉનને કારણે મહામારીનો ફેલાવો અટકાવી શકાયો છે. દુનિયાના 15થી વધુ કોરોના સંક્રમિત દેશોની કુલ વસ્તી 142 કરોડ છે, જયારે એકલા ભારત દેશની વસ્તી 137 કરોડ છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 25 લાખ, 36 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. 25 માર્છના ભારતમાં કોરોનામાંથી રિકવરીનો રેટ 7.1ટકા હતો, જયારે અત્યારે કોરોનાની બિમારીને હરાવીને સાજા થયેલા લોકોની ટકાવારી 40 ટકાની નિકટ છે. સંક્રમિત લોકો સાજા થવાની ઝડપમાં વધારો થતો રહ્યો છે. હવે કન્ટેનમેન્ટ ઝોનની રચના થયા બાદ અમને જાણ થઈ રહી છેકે દેશમાં વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે, કેટલી સુધરી છે. અમે રાજ્ય સરકારોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર બફર ઝોન બનાવવાના નિર્દેશ આપ્યા છે. ,જયાં તમાંમ સુવિધા મળી રહે. જયાં સુધી કોરોનાની દવા કે રસી નહિ શોધાય ત્યાં સુધી અમે દેશના લોકોને કોરોનાથી બચાવવા માટેના કામ પરજ ફોકસ કરીશું.