અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો રસ્તો શોધ્યો, Xray  ઓળખાશે કોરોના

 

અમદાવાદઃ અમદાવાદના ૨૧ વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બનાવી છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના  ઈમેજ વેબ સાઈટ  www.ujjawal.world//covid/ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.

મૂળ અમદાવાદનો આ યુવાન ચેન્નાઇમાં ભણી રહ્યો છે. પરંતુ લોકડાઉન ને કારણે હાલ અમદાવાદમાં પોતાના પરિવાર પાસે આવ્યો છે. અગાઉ પણ આ ઉજ્જવલે પૂર માટે એલર્ટ કરતી ડિવાઈસ બનાવી હતી. જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં લોકો દ્વારા થયો હતો. ઉજ્જવલે હવે ચેસ્ટ એક્સરે સ્કેનનું મોડલ બનાવ્યું છે. આ વેબસાઈટ તમારામાં રહેલા કોરોનાને ઓળખી બતાવશે. તેમજ તેની કિંમત પણ રેગ્યુલર કીટ કરતા દસમા ભાગની છે. ઉજ્જવલે હાલ તો આ ટેકનિકને લોકો માટે ઓનલાઈન ફ્રી મૂકી છે. પરંતુ જેમ તમે આ વેબસાઈટ પર ઈમેજ અપલોડ કરશો, તેમ તમને રિઝલ્ટ જોવા મળશે. ઉજ્જવલ આ પ્રકારના એક્સપરિમેન્ટ્સ કરતો રહે છે. આવું કરવાનો વિચાર તેને કોરોનાની હાલની પરિસ્થિતિ જોતા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here