1232 કિલોમીટર – વિનોદ કાપડી  નિર્મિત- નિર્દેશિત એક અદભુત ડોક્યુમેન્ટરી ફિલ્મ ટૂંક સમયમાં રિલિઝ થઈ રહી છે…જેમાં વાત છે 2020ના લોકડાઉનના સમયકાળમાં વિસ્થાપિત થઈને ઘર ભણી જનારા લાખો પ્રવાસી મજૂરોની..!!!

 

       મિત્રો  ટૂંકસમયમાં એક ખૂબ જ સુંદર ઉદે્શપૂર્ણ, સાચી અને હદયવિદારક કથાઓ પર આધારિત દસ્તાવેજી ફિલ્મ 1232 કિલોમીટર ડિઝની પ્લસ હોટ સ્ટારના ઓટટી પ્લેટ ફોર્મ પર રજૂ થઈ રહી છે. યાદ કરો, ભારતના મહાનગરોમાં કોરોનાને કારણે કરાયેલા લોકડાઉનને 2020નો તબક્કો, મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી જેવા મહાનગરોમાં રોજગાર ગુમાવીને બેકાર- લાચાર બનેલા મજૂરો, કામદારો જયારે પોતાના વતન ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, રાજસ્થાન, હિમાચલપ્રદેશ કે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં આવેલા તેમના વતનનના ગામે જવા માટે નીકળ્યો હતા એ દિવસોની વાત. વાહન- વ્યવહારની કોઈ વ્યવસ્થા નહિ. બસ, ટ્રેન બધુ બંધ. ના રહેઠાણ, ના ભોજન, ના પાસે હાથખર્ચીના પૈસા. 

  એ ફિલ્મનુ વર્ચ્યુઅલી મ્યુઝિક ગુરુવારે 18 માર્ચે રિલિઝ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ખ્યાતનામ ગીતકાર – નિર્દેશક ગુલઝાર અને વિશાલ ભારદ્વાજે ખાસ હાજરી આપી હતી. આ ફિલ્મ 1232 કિલોમીટરમાં 7 મજૂરો ગાઝિયાબાદથી સાયકલ પર બિહાર જવા નીકળ્યા તે ઘટનાની કથા સમાવી લેવામાં આવીછે. માર્ગમાં તેમને કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી, કેવી તકલીફો એમને સહન કરવી પડી, કોણે એમને મદદ કરી, કોણે એમનો તિરસ્કાર કર્યોઃ આ બધી વાત તમને આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની કથાને વધુ વાસ્તવિક અને અસરકારક બનાવવા માટે એમાં ખાસ બે ગીતો પણ સામેલ કરવામાં આવ્યા છે. મરેંગે તો વહીં જાકર અને ઓ રે બિદેશિયા- આ બન્ને ગીતો ગુલઝારજીએ લખ્યા છે અને તેને સંગીતબધ્ધ કર્યા છે- વિશાલ ભારદ્વાજે. સુખવિંંદરજીએ તેમજ રેખા ભારદ્વાજે તેને કંઠ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here