કોરોનાનાં અમુક કેસમાં દરદીના મગજને પણ નુકસાન થઈ શકે છે

મુંબઈઃ કોરોનાની મહામારીની અસરથી દરદીને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ થાય છે. સાથોસાથ દરદીનાં ફેફસાંની કુદરતી ગતિવિધિમાં પણ અવરોધ સર્જાય છે. આ પ્રકારનાં લક્ષણો નિશ્ચિત હોય છે. આમ છતાં કોરોનાની ચેપી અસર દરદીના મગજને પણ થાય છે એવા કિસ્સા પણ વિશ્વના જુદા જુદા દેશોમાંથી મળ્યા છે. સાથોસાથ મુંબઈમાં પણ આવો એક કિસ્સો નોંધાયો હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત કે.ઈ.એમ. હોસ્પિટલના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના વડાં ડો. સંગીતા રાઉતે એવી માહિતી આપી હતી કે કોરોનાના દરદીને આ બીમારીના ચેપને કારણે મગજમાં સ્ટ્રોક આવી શકે. સાથોસાથ તેના મગજ પર સોજો પણ આવી શકે. આમ છતાં કોરોનાના જે દરદી શ્વાચ્છોશ્વાસની તકલીફ હોય અને તેને મગજમાં સ્ટ્રોક પણ આવ્યો હોય તો તેવા દરદીને કોરોનાનો ચેપ છે કે કેમ તેનું પરીક્ષણ પણ થવું જોઈએ. 

ચેપી રોગના નિષ્ણાત ડોક્ટરે એમ કહ્યું હતું કે કોરોનાનાં ઘણાં દરદીઓમાં ભારોભાર દ્વિધા હોય છે. સાથોસાથ તેમને પૂરી અને સાચી માહિતી પણ મળી નથી હોતી. ખરેખર એવું બને છે કે કોરોનાના ચેપને કારણે દરદીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જોકે આ સમસ્યા તો મગજની ગતિવિધિની હોય છે. તેનાં લક્ષણો હોય છે.

બીજી બાજુ પશ્ચિમના દેશોના ડોક્ટરોએ એવાં તારણો દર્શાવ્યાં છે કે કોરોનાના દરદીમાં માનસિક દ્વિધા, યાદશક્તિમાં ઘટાડો, મગજનો રોગ થવો અને મગજની કુદરતી શક્તિને નુકસાન થવું વગેરે લક્ષણો પણ જોવા મળે છે. જોકે મુંબઈમાંના કોરોનાનાં દરદીઓમાં હજી સુધી આવાં કોઈ જ લક્ષણો જોવા નથી મળ્યાં. આખા દેશમાંથી પણ આવા કોઈ જ તબીબી રિપોર્ટ નથી મળ્યા. ઈટાલીમાં કોરોનાનાં ઘણાં દરદીઓમાં તેમનાં મગજનાં રોગનાં લક્ષણો પણ જણાયાં હતાં. પરિણામે ઈટાલીની સરકારે અમુક હોસ્પિટલોમાં  ‘ન્યુરો- કોવિડ’ વોર્ડઝ પણ શરૂ કરવા પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here