12મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી – 15મી મેના મતગણતરી કરાશે

0
965

મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આગામી 12મી મેના દિવસે યોજાવાની વિધિસરની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકમાં એકજ દિવસે કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકો માટે એકસાથે મતદાન કરવામાં આવશે. મતદાન થયા પછી ત્રણ દિવસ બાદ મતોની ગણતરી કરવામાં આવશે. 2013માં કર્ણાટક વિધાનસભાની થયેલી ચૂંટણીમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસ પક્ષે 122 બેઠકો મેળવી હતી. જયારે ભારતીય જનતા પક્ષને 39 બેઠકો જ મળી હતી. જેડીએસને 41 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કર્ણાટક જનતા પક્ષના વડા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પા હવે ભાજપમાં જોડાયા છે . ચૂંટણીમાં ખરો મુકાબલો તો ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જ થશે. જોકે દેવ ગૌવડાનાે પક્ષ પણ કર્ણાટકની ચૂંટણીમાં એક પ્રતિસ્પર્ધી હોવાથી આગામી ચૂંઠણીના પરિણામો આશ્ચર્યજનક હશે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે..