૨૦૨૦-૨૧નું બજેટઃ ગ્રામ સૌરભ ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય પર ભાર

 

ગાંધીનગરઃ રાજ્યમાં નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. બજેટનું કદ  ર,૧૭,ર૮૭ લાખ કરોડનું છે, જેમાં ૬૦પ કરોડની પુરાંત દર્શાવે છે. સૌથી વધુ ૭૪ર૩ કરોડ કૃષિ વિભાગ માટે ફાળવાયા છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના સહિતની વિવિધ યોજનાઓ જાહેર કરાઈ છે. ગાય આધારિત જૈવિક ખેતી કરનારા ખેડૂતોને સરકારે મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓર્ગેનિક યુનિવર્સિટી બનશે. ખેતી, પશુપાલનને વેગ મળે એવી જાહેરાતો થઈ છે. ટૂંકમાં, સરકારે ખેડે એને રાહત આપવાની જાહેરાત કરી છે. અંદાજપત્રમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ, આરોગ્ય, કૃષિ માટે કરાઈ છે. ગુજરાતના અંદાજપત્રનું કુલ કદ ૨.૧૭ લાખ કરોડનું છે, પાછલા વર્ષ કરતાં બજેટ ૧૩ હજાર કરોડ જેટલું વિસ્તર્યું છે. નાણાપ્રધાને કોલ્ડસ્ટોરેજ, ધાર્મિક સ્થળો-ધર્મશાળાઓ પરના વીજકર, વેપારી-વાણિજ્યવર્ગ સહિત સેડિડ્યુસરી કેટેગરી માટે ૩૩૦.૧૬ કરોડની રાહતો જાહેર કરી છે, એ સરકારની લોકચાહના વધારશે એવી ગણતરી નાણામંત્રીએ રાખી છે છતાં બજેટ ૨૭૫.૨૭ કરોડની પુરાંત દર્શાવી રહ્યું છે. 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે ૭૪૨૩ કરોડ, જળસંપત્તિ માટે ૭૨૨૦ કરોડ, શિક્ષણમાં ૩૧,૯૯૫ કરોડ, આરોગ્ય, પરિવાર કલ્યાણમાં ૧૧,૨૪૩ કરોડ, પાણીપુરવઠા વિભાગ ૪,૩૧૭ કરોડ, સામાજિક ન્યાય-અધિકારિતા વિભાગ ૪,૩૨૧ કરોડ, આદિજાતિ વિભાગ ૨,૬૭૫ કરોડ, પંચાયત, ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ ૯૦૯૧ કરોડ, શહેરી વિકાસ ગૃહનિર્માણ ૧૩,૪૪૦ કરોડ, શ્રમ- રોજગાર વિભાગ ૧૪૬૧ કરોડ, માર્ગ-મકાન વિભાગ ૧૦,૨૦૦ કરોડ, બંદરો-ખાણ વિભાગ ૭૦૧૭ કરોડ, વન- પર્યાવરણ વિભાગ ૧૮૭૮૧ કરોડ, કાયદો-વ્યવસ્થા વિભાગ ૭૫૦૩ કરોડ, અન્ન ઇને નાગરિક પુરવઠા ૧,૨૭૧ કરોડ, મહેસૂલ ૪૪૭૩ કરોડ, વિજ્ઞાન ને પ્રાયોગિકી ૪૯૭ કરોડ, રમતગમત યુવા ને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ૫૬૦ કરોડ, માહિતી અને પ્રસારણ ૧૬૯ કરોડ, કાયદા ૧૬૮૧ કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે ૭૬૬ કરોડનો સમાવેશ થાય છે.

આ બજેટમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગમાં કરાઈ છે, ત્યાર બાદ આરોગ્યને કૃષિ વિભાગમાં કરાઈ છે. આ વખતનું બજેટ ખેડૂત, ગ્રામીણ અને કૃષિલક્ષી હોવાનું સ્પષ્ટ થયું છે. નાણાપ્રધાને બજેટમાં જાહેરાત કરી છે કે કોલ્ડસ્ટોરેજ પર હાલ ૨૦ ટકાના દરે વીજવેરો વસૂલાય છે, એને બદલે હવેથી ૧૦ ટકાના દરે લેવાશે, જેને કારણે રાજ્યસરકારની વેરાની આવકમાં ૩.૬૦ કરોડનો ઘટાડો થશે, પરંતુ એનો લાભ ૧૩૦૦ કોલ્ડસ્ટોરેજને મળશે. એવી રીતે મંદિરો-મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા-દેરાસર, અગિયારી જેવી ધર્મસ્થળોના વીજવપરાશ પર હાલ ૨૫ ટકાના દરે વીજવેરો વસૂલાય  છે, એને બદલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ૭.૫ ટકા ને શહેરી વિસ્તારોમાં ૧૫ ટકાના દરે વીજવેરો લેવાશે, જેથી સરકારની વેરાની આવકમાં ૫.૧૧ કરોડનો ઘટાડો થશે. નાણાપ્રધાને તેમના આ વખતના બજેટમાં રેસિડ્યુસરી કેટેગરીના વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલા વર્ગ દ્વારા કરાતા વીજવપરાશના વેરાના દરમાં ૩૨૦ કરોડની રાહતની જાહેરાત કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં લાખો દુકાનદારો, કાપડ, કરિયાણું, રેડીમેડ કપડાં, મેડિકલ સ્ટોર્સ, હાર્ડવેર, કલર, પ્રોવિઝન સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ, ગેરેજ જેવા વ્યવસાયોમાં જોડાયેલા છે તેમની દુકાનો, સ્ટોર, શોપિંગ સેન્ટરો મૂળ અસ્તિત્વ ધરાવે છે, ઉપરાંત વકીલો, ચાર્ટર્ડ એકાન્ટન્ટ, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટરની ઓફિસો, કોચિંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટિપાર્લર, સલૂનના માધ્યમથી સર્વિસ સેક્ટર કાર્યરત છે. આવા બધા વ્યવસાયોનાં સ્થળોના વીજવપરાશ પર અત્યારે ૨૫ ટકા વીજદરો લાગુ પડે છ, એને બદલે ૨૦ ટકા વીજવેરો વસૂલાશે, જેનો લાભ ગુજરાતના ૩૦ લાખ જેટલા દુકાનદારો-વેપારીઓ, કારીગરો ને આવી ઓફિસ ધરાવનારાઓને મળશે. આમ, ગુજરાત સરકારે તેમના બજેટમાં કુલ ૩૩૦.૧૬ કરોડની વેરારાહતોની જાહેરાત કરી છે. જોકે એ તમામ જાહોરાતો માત્ર વીજળીના વપરાશ પર વસૂલાનારા વીજવેરાના દરમાં ઘટાડો કરીને કરાઈ છે, પણ નાણાપ્રધાને તેમના બજેટમાં એકંદરે અંદાજિત ૨૭૫.૨૭ કરોડની પુરાંત દર્શાવી છે. નાણાપ્રધાને બુધવારે રજૂ કરેલા ૨.૧૭ લાખ કરોડના બજેટમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગમાં ૩૨,૦૦૦ કરોડની કરાઈ છે. બીજી બાજુ ખેડૂતો સહિત મહિલાઓ માટેની લાભદાયી જાહોરાતો પણ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here