“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય તો વળી ચિંતાનું આવરણ આવી જાય. વેપાર-ધંધામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે. કાર્યભાર જણાય. મકાન – વાહન અંગેની ચિંતામાંથી બહાર આવી શકશો. તબિયતની કાળજી રાખવી જરૂરી છે. તા. ૩, ૪, ૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૬, ૭ કાર્યબોજ વધવા પામે. તા. ૮, ૯ તબિયતની કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળો થોડા કપરા સંજોગોમાંથી પસાર થશે, એટલે દરેક પરિસ્થિતિ વખતે સંભાળીની કામકાજ કરવું. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તથા સહકર્મીઓથી સાચવવું પડે. જમીન, મકાન અને વાહનની બાબતમાં સંજોગો સાનુકૂળ થવામાં વાર લાગે. કોઈના ભરોસે રહેવું નહિ. તા. ૩, ૪, ૫ સામાન્ય દિવસો ગણાય. તા. ૬, ૭ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જણાય. નોકરી, વેપાર, વ્યવસાય, ઉદ્યોગ-ધંધાની બાબતમાં આપની સમસ્યાઓનો ઉકેલ વિલંબિત જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ હજુ માનસિક પરિતાપ રહેવા પામે. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નો પણ હાથ ધરવા હિતાવહ જણાતા નથી. તા. ૩, ૪, ૫ રાહત જણાય. તા. ૬, ૭ માનસિક પરિતાપ રહેવા પામે. તા. ૮, ૯ વાહનથી સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય એવા યોગો જણાય છે. માનસિક પરેશાનીમાંથી મુક્તિ મળે એવા યોગો જણાય છે છતાં વેપાર-ધંધામાં હજુ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડે. નાણાભીડ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોવ તો એમાંથી આપને રાહત મળે. પારિવારિક પ્રશ્નોમાં પણ રાહત જણાય. તા. ૩, ૪, ૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૬, ૭ કોઈપણ કામકાજ સંભાળીને કરવું. તા. ૮, ૯ રાહત જણાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપને પ્રવાસ કરતી વખતે વધુ જાગ્રત રહેવું પડશે. બને શકે તો પ્રવાસને ટાળી બીજા અઠવાડિયામાં કરવાનું આયોજન કરશો. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધતું જણાય. કાર્યફળ વિલંબિત જણાય. વેપાર – ધંધામાં અવરોધ જણાય. વધારે પ્રયત્નો પછી સફળતા મળતી જણાય. પ્રવાસ ટાળવો. તા. ૩, ૪, ૫ સામાન્ય દિવસો ગણાય. તા. ૬, ૭ કાર્યબોજ વધવા પામે. તા. ૮, ૯ પ્રવાસ ટાળવો.

 

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય. આર્થિક બાબતો ગૂંચવાયેલી હશે તો એનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતાં વધારે સમય આપવો પડે, વળતર ઓછું જણાય. વેપાર – ધંધામાં રુકાવટો બાદ આગળ વધી શકશો. પારિવારિક પ્રશ્નો ઉકેલ મળતો જણાય. પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૩, ૪, ૫ રાહત જણાય. તા. ૬, ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮, ૯ ધાર્યું કામકાજ થાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડે. મન સાથે સમાધાન રાખી વર્તવું હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગને પોતાના પ્રશ્નોમાં ઉકેલ મળી રહે એવા યોગો જણાય છે. વેપાર – ધંધામાં નાણાકીય સાહસથી દૂર રહેવું. પારિવારિક પ્રશ્નોમાં સંબંધ સુધરતા જણાય. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૬, ૭ સફળ દિવસો ગણાય. તા. ૮, ૯ શુભ સમાચાર મળે.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય. શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો છતાં આર્થિક બાબતોમાં સંયમ તથા સમજદારીથી વ્યવહાર કરવો હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી તથા સહકર્મીઓ સાથે સમાધાન રાખવું પડે. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ ચાલુ રહેવા પામશે. તા. ૩, ૪, ૫ રાહત જણાય. તા. ૬, ૭ સંયમ રાખવો. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડે. વેપાર – ધંધામાં કાર્યબોજ રહેવા પામશે તેમજ દોડધામ પણ રહેશે. નોકરિયાત વર્ગ માટે સમય પરિવર્તન અચૂક જણાય છે. જમીન, મકાન અને વાહનથી ખાસ સંભાળવું. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૬, ૭ કાર્યબોજ રહેવા પામશે. તા. ૮, ૯ સફળ દિવસો ગણાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહતનો અનુભવ થાય. નાણાભીડ, આવક, ખર્ચ કે ઉઘરાણી જેવી બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળે. મિલકતને લગતા પ્રશ્નોમાં રાહત જણાય. સંતાનના પ્રશ્નોમાં ચિંતા બાદ હળવાશ અનુભવાય. પારિવારિક પ્રશ્નોમાં પણ રાહત થાય છતાં તબિયતની કાળજી રાખવી જરૂરી જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪, ૫ રાહત જણાય. તા. ૬, ૭ ચિંતા બાદ રાહત જણાય. તા. ૮, ૯ તબિયત સાચવવી.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં શરૂઆતમાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ, પરંતુ જેમ જેમ સમય વ્યતીત થતો જશે તેમ તેમ આપને રાહત જણાશે. સાંપત્તિક પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું હિતાવહ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ જણાય. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળવું. તા. ૬, ૭ રાહત જણાય. તા. ૮, ૯ સામાન્ય દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય. આશા-ઉત્સાહ વધવા પામે. આવકવૃદ્ધિના આપના પ્રયત્નો ફળતા જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી કે સહકર્મી સાથે મતભેદ ન થાય એ જોવું રહ્યું. વેપાર-ધંધામાં આવકનું પ્રમાણ જળવાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં કામકાજ આગળ વધે. તા. ૩, ૪, ૫ રાહત જણાય. તા. ૬, ૭ દરેક રીતે સંભાળવું. તા. ૮, ૯ કાર્યબોજ રહેવા પામશે.