10થી 17 ઓકટોબર નવરાત્રિ વેકેશન

ગાંધીનગરઃ ગુજરાતની શાળા-કોલેજોમાં નવરાત્રિ વેકેશન અંગે ભારે વિવાદ થયા પછી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વેકેશનની તારીખો બદલવાની જાહેરાત કરી છે. અગાઉ 15થી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરાઈ હતી, હવે 10થી 17 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ વેકેશન રહેશે. 18મી ઓક્ટોબરે દશેરાની રજા છે. પહેલા નોેરતાથી આઠમા નોરતા સુધી વેકેશન રહેશે, આના કારણે દિવાળી વેકેશનમાં સાત દિવસ કપાશે.
નવરાત્રિ વેકેશનના સાત દિવસના કારણે દિવાળી વેકેશન અગાઉ 21 દિવસનું હતું તેના બદલે 14 દિવસનું થશે. દિવાળી વેકેશન પાંચમીથી 18મી નવેમ્બર સુધીનું રહેશે. નવરાત્રિ ગુજરાતની યુવાપેઢી ભક્તિભાવપૂર્વક ઊજવી શકે તે માટે લોકલાગણીને માન આપી આ નિણર્ય કરાયો છે. શૈક્ષણિક સત્રના દિવસો ઘટશે નહિ.