1લી માર્ચે રિલિઝ થઈ રહી છે- કાર્તિક આર્યન – કીર્તિ સેનનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ- લુકાછુપી ..

0
1665


હાલમાં બે નવોદિત કલાકારો પોતાની આગવી  અભિનયપ્રતિભાને કારણે લોકપ્રિયતા મેળવી રહ્યા છે, તેમનવી ફિલ્મો પણ ટિકિટબારી પર સફળતા મેળવી રહી છે. રાજકુમાર રાૈવ, વિકી કૌશલ, કાર્તિક આર્યન, સુશાંત સિંહ રાજપૂત , ટાઈગર શ્રોફ વગેરે યુવા અભિનેતાઓ હાલમાં સફળતાની પગદેડી પર કદમ માંડી રહ્યા છે. કાર્તિકની ફિલ્મ પ્યારકા પંચનામા અને સોનુકે ટીટુકી સ્વીટીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે કાર્તિક – કીર્તિ સેનનની જોડી એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં આવી રહી છે. જેનું નામ છે લુકાછુપી . આ ફિલમમાં અપારશક્તિ શુરાના, વિનય પાઠક અને પંકજ પાઠક પણ ભૂમિકા ભજવી રહ્યા છે. લગન અને લિવ-ઈનના વિષયને રમૂજની સાથે ગંભીરતાથી પેશ કરતી આ ફિલ્મ હળવી મનોરંજક ફિલ્મ છે. બેસુમાર ફી લઈને ફિલ્મમાં કામ કરતા સુપર સ્ટારને કારણે ઘણીવાર નિર્માતાને જો ફિલ્મ સફળ ના થાયતો માથે હાથ દઈને રોવાનો વારો આવતો હો૟ છે. આવી પરિસ્થિતિમાં ઓછા બજેટની નવા કલાકારોને ચમકાવતી ફિલ્મો ટિકિટબારી પર પણ ચમત્કાર સર્જી જતી હોય છે..