૨૦૨૪માં કોંગ્રેસની આગેવાનીમાં સરકાર બનશે: મલ્લિકાર્જુન ખડગે

 

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં તેમની પાર્ટી સાથી પક્ષો સાથ ‘સામૂહિક રીતે’ સરકાર બનાવશે. તેઓ નવી દિલ્હીમાં નેશનલ લેબર કોંગ્રેસના સત્રને સંબોધિત કરી રહ્યાં હતા. ખડગેએ નાગાલેન્ડમાં એક ચૂંટણી સભામાં કહ્યુંં હતું કે ૨૦૨૪માં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર બનશે.

વિપક્ષી એકતાની હિમાયત કરતા ખડગેએ કહ્યું કે કોંગ્રેસ અને અમારા સાથી પક્ષો નિશ્ર્ચિતપણે ૨૦૨૪માં સાથે મળીને સરકાર બનાવશે. સૌના સહયોગથી સરકાર બનાવીશું, સામૂહિક રીતે સરકાર બનાવીશું. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન વારંવાર છાતી ઠોકે છે, લોકશાહીમાં લોકો અહંકારી વ્યકિતને સહન કરતા નથી. ખડગેએ દાવો કર્યો હતો કે વારંવાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટાર્ગટ કરવામાં આવે છે. જેથી ગાંધી પરિવારની છબી ખરડાય અને કોંગ્રેસ નબળી પડે.

ખડગેએ નાગાલેન્ડના દીમાપુરમાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે. અમે અન્ય પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છીએ. ભાજપને બહુમતી નહી મળે. બાકીના બધા પક્ષો સાથે આવશે. અમે બંધારણ અને લોકશાહીનું પાલન કરીશું. ભલે ૧૦૦ મોદી આવે કે શાહ. આ ભારત છે અને બંધારણ ખૂબ જ મજબૂત છે. કોંગ્રેસ અધ્યક્ષે આ ટિપ્પણી એવા સમયે કરી છે જયારે વિપક્ષી એકતા અને સંભવિત નેતૃત્વની કવાયત અંગે સતત ચર્ચા ચાલી રહી છે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસને વિપક્ષી ગઠબંધન પર વહેલું પગલું ભરવાની અપીલ કરી હતી. નીતીશકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ ઁભારત જોડો યાત્રા દ્વારા સર્જાયેલા વાતાવરણનો લાભ ઉઠાવીને ભાજપ વિરોધી પક્ષોએ એક કરીને ગઠબંધન કરવું જોઇએ. અને જો આમ થશે તો ભારતીય જનતા પાર્ટી કે જેની પાસે હાલમાં ૩૦૦થી વધુ બેઠકો છે, તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧૦૦થી ઓછી બેઠકો પર આવી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here