૨૦૨૧ના વર્ષમાં રશિયા ૨૦૦ મિસાઇલનું પરીક્ષણ કરશે, NATO દેશોની ચિંતામાં વધારો

 

મોસ્કોઃ અમેરિકા અને NATO યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ જાહેર કર્યું છે કે તે ૨૦૨૧ના વર્ષમાં ૨૦૦ મિસાઇલનું પરીક્ષણ કરશે. રશિયાએ આ ઘોષણા એવા સમય પર કરી છે જ્યારે જ્યારે તેની અત્યંત ઘાતક સમાન ૨ હાઇપરસોનિક અંતરમહાદ્વિપિય મિસાઇલ બનીને તૈયાર થવાની છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં ૨૦૦ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે. 

આ પહેલા પણ ૨૦૨૦ના વર્ષમાં રશિયાએ લગભગ ૨૦૦ મિસાઇલોનું પરીક્ષણ કર્યુ છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ પ્રમાણે રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે ૨૦૨૧ના વર્ષમાં સ્ટ્રેટજિક મિસાઇલ ફોર્સ વિવિધ સ્તરો પર ૨૦૦ અભ્યાસ કરશે. જેમાં મિસાઇલ રેજિમેન્ટ અને મિસાઇલ ડિવિજનના રણનીતિક નિષ્ણાતો પણ સામેલ થશે. અભ્યાસ દરમિયાન ગતિવિધિઓની આક્રમકતામાં બદલાવ જોવા મળશે. વર્તમાન સમયે રશિયા પોતાનીRS-28 સરમત મિસાઇલને ફ્લાઇટ ટ્રાયલ માટે તૈયાર કરી રહ્યું છે. આ મિસાઇલ વિશે મળતી માહિતિ પ્રમાણે તે કોઇ પણ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે સક્ષમ છે. રશિયાના ઉપ રક્ષામંત્રી આ પ્રકારના ટ્રાયલ નજીકના ભવિષ્યમાં જ શરૂ થશે. એક અમેરિકી રિપોર્ટ પ્રમાણે આ મિસાઇલ ૨૦૦૦થી લઇને ૧૮,૦૦૦ કિમી સુધીની પહોંચ ધરાવે છે. રશિયાની આ મહાવિનાશક મિસાઇલને લઇને નાટો દેશોની અંદર ભયનો માહોલ સર્જાયો છે.આ મિસાઇલની ક્ષમતાનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે આ મિસાઇલના એક જ પ્રહારથી આખા ફ્રાંસનો વિનાશ થઇ શકે છે. ય્લ્-૨૮ મિસાઇલ પોતાની સાથે એક વિશાળ થર્મોન્યુક્લિયર બોમ્બ અથવા તો ૧૬ નાના પરમાણુ બોમ્બ લઇ જઇ શકે છે. સાથે જ આ મિસાઇલની ખાસ વાત એ પણ છે કે તેનો પ્રત્યેક વોરહેડ અલગ અલગ લક્ષ્ય પર વાર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here