૧૯મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું એલાનઃ બેલેટ પેપરથી ચૂંટણી થશે

 

અમદાવાદઃ ગુજરાતમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોની તાકાતના પારખાંનો સમય આવી પહોંચ્યો છે. ચૂંટણીપંચે રાજ્યની ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું એલાન કરી દીધું છે. ગ્રામીણ સ્તરે લોકશાહીના ઉત્સવની જાહેરાત સાથે સ્થાનિક રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. 

પંચની જાહેરાત મુજબ ૧૯મી ડિસેમ્બરે ૧૦,૮૭૯ ગ્રામીણ પંચાયતોની ચૂંટણી થશે અને ૨૧મીએ પરિણામ જાહેર થશે. અહીં એ નોંધનીય છે કે ચૂંટણીઓ સામાન્ય રીતે ઇ.વી.એમ. દ્વારા યોજાતી હોય છે. પરંતુ પંચાયત ચૂંટણીમાં જૂની પદ્ધતિ મુજબ મતપત્રક અને મતપેટીનો ઉપયોગ થશે. ગુજરાતમાં આગામી ૨૦૨૨ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ ૨૯-૧૧-૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૧ છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૧ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ ૭ ડિસેમ્બર ૨૦૨૧ છે. 

આમ ડિસેમ્બર ૨૦૨૧માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ ૨૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. 

સોમવારે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૯ ડિસેમ્બરના રોજ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. ૧૦૮૭૯ ગ્રામપંચાયતોમાંથી ૧૦૨૮૪ સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત ૮૯૭૦૨ વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત ૩૧ માર્ચ ૨૦૨૨ પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. 

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલ્કત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યા અનુસાર આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. 

આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જો કે આ વખતે ઇવીએમના બદલે મતપેટીથી મતદાનનું આયોજન થશે. જે સૌથી મોટી બાબત કહી શકાય. પુરતા પ્રમાણમાં ઇવીએમ નહી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here