૧૪ વર્ષની ભારતીય-અમેરિકી કિશોરીએ COVIDની સારવાર માટે કરી મહત્ત્વની શોધ

 

નવી દિલ્હીઃ જ્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની સારવાર માટે એક પ્રભાવી વેક્સિન શોધવામાં લાગ્યા છે, ત્યારે એક ૧૪ વર્ષીય ભારતીય-અમેરિકી યુવતીએ COVID-19ના સંભવિત ઉપચાર (Potential Cure)ની શોધ કરવા માટે ૨૫,૦૦૦ ડોલરનો પુરસ્કાર જીત્યો છે. 

અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કો શહેરમાં રહેનારી અનિકા ચેબ્રોલૂએ ૨૦૨૦ની3M Young Scientist Challenge જીતી છે, આ સાથે તેને ૨૫ હજાર ડોલરનો પુરસ્કાર મળ્યો છે. 

અનિકાએ એક એવા લીડ મોલીક્યૂલની શોધ કરી છે જે કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનને પસંદ કરી બાંધી શકે છે. અનિકાએ જણાવ્યું પાછલા બે દિવસમાં મેં જોયું કે મારા પ્રોજેક્ટ વિશે મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે, કારણ કે તેમાં SARS-CoV-2 વાઇરસ સામેલ છે. તે દર્શાવે છે કે આ મહામારીને ખતમ કરવાની આપણી સામુહિક ઈચ્છાઓ કેટલી પ્રબળ છે. બધાની જેમ હું પણ ઈચ્છુ છું કે આપણે જલદી પહેલાની જેમ સામાન્ય જીવન તરફ પરત ફરીએ. 

આ ભારતીય-અમેરિકી કિશોરીએ જણાવ્યું કે, તેમનો પ્રથમ ઇરાદો કોરોના વાઇરસની સારવાર શોધવા પર કેન્દ્રીત નહતો. તે શરૂઆતમાં ઇન-સિલિકો મેથર્ડ (એવી વિધિ જેમાં કમ્પ્યૂટર પર પ્રયોગ કરી જોવામાં આવે છે, તેને કમ્પ્યૂટર સિમુલેશન પણ કરે છે)નો ઉપયોગ કરી ઇન્ફ્લૂએન્જા વાઇરસના પ્રોટીનને બાઁધવા માટે એક લીડ કમ્પાઉન્ડ શોધવા ઈચ્છતી હતી. 

અનિકાએ કહ્યું કોવિડ ૧૯ મહામારીની ગંભીરતાને જોતા મેં મારા મેન્ટરની મદદથી પોતાના શોધની દિશા બદલી નાખી અને વાયરસને ટાર્ગેટ કર્યો. 

તેણે જણાવ્યું કે, ૧૯૧૮માં ફેલાયેલ ફ્લૂ મહામારી વિશે મળેલી જાણકારીએ તેને વાઇરસની સંભવિત સારવાર શોધવા માટે પ્રેરિત કરી હતી. 

ત્યારબાદ જ્યારે અનિકાને જાણવા મળ્યું કે, દર વર્ષે અમેરિકામાં એન્ટી-ઇન્ફ્લૂએન્ઝા ડ્રગ્સ અને વાર્ષીક રસીકરણ બાદ પણ ઘણા લોકોના મોત ઇન્ફ્લૂએન્ઝાથી થાય છે, તો તેણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું મન બનાવી લીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here