૧૧ જૂનથી ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ

 

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ૧૧ જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થશે તેવી આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. બે  દિવસમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ જશે. બીજી તરફ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ પણ ગણવામાં આવી છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૦ જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની હળવા દબાણની સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર ૧૦ જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે. જેથી ૧૧થી ૧૩ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમીની સાથે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. ૧૧ જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે ૧૪ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને ૧૫થી ૨૫ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુરુવારે દમણ, આણંદ, ખેડા, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, દીવમાં આગાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here