હિલેરી કિલન્ટન સ્થાપિત મહિલા સશક્તીકરણલક્ષી કાર્યક્રમનાં ગ્લોબલ એમ્બેસેડર શબાના આઝમી

ન્યુ યોર્કઃ હિલેરી ક્લિન્ટન સ્થાપિત મહિલા સશક્તીકરણ માટેના કાર્યક્રમનાં રાજદૂત તરીકે શબાના આઝમીની નિમણૂક કરવામાં આવી છે. પીઢ અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમીને વીમેન ઇન પબ્લિક સર્વિસ પ્રોજેક્ટમાં ને કેન્સર રિસર્ચમાં તેમના માતબર પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દુનિયાભરમાં મહિલાઓની ભાવિ પેઢીના સશક્તીકરણનો હેતુ ધરાવે છે.
દુનિયાભરમાં સરકારી અને સામાજિક સંસ્થાઓમાં મહિલાઓને આગળ લાવવાના હેતુસર કરવામાં આવેલી આ પ્રેરણાત્મક પહેલ છે, જેની સ્થાપના ક્લિન્ટન દ્વારા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, સેવન સિસ્ટર કોલેજીસ ઓફ બર્નાડ કોલેજ, બ્રાયન મોર કોલેજ, માઉન્ટ હોલયોકે કોલેજ, સ્મિથ કોલેજ અને વેલેસ્લી કોલેજ સાથે સંયુક્તપણે કરાઈ હતી.
શબાના આઝમીએ ગયા અઠવાડિયે ટ્વિટ કર્યું હતું કે અમેરિકામાં વિલ્સન સેન્ટરમાં પબ્લિક સર્વિસ પ્રોજેક્ટમાં વીમેન ઇન ગ્લોબલ લીડરશિપ એમ્બેસેડર તરીકે નિમણૂક પામતાં મને ગૌરવની લાગણી અનુભવાય છે.
વીમેન ઇન પબ્લિક સર્વિસ પ્રોજેક્ટ ગ્લોબલ વીમેન્સ લીડરશિપ ઇનિશિયેટિવનો પ્રોગ્રામ છે.
શબાના આઝમી મિજવાન વેલફેર સોસાયટી દ્વારા સમાજમાં મહિલાઓના દરજ્જાના ઉત્થાન માટે સતત કાર્યશીલ છે અને મહિલાઓના હકો વિશે સતત અવાજ ઉઠાવતાં રહ્યાં છે.
એમ્બેસેડર તરીકે શબાના આઝમીની નિમણુક બદલ તેમને અભિનેત્રીઓ ટિસ્કા ચોપરા અને દિવ્યા દત્તાએ અભિનંદન આપ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here