હિન્દુ અને હિન્દુત્વ અલગ છે, રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનથી ભડકો

 

નવી દિલ્હીઃ સલમાન ખુરશીદ બાદ હવે હિન્દુઓ પર રાહુલ ગાંધીએ નિવેદન કરી વિવાદ ઉભો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ અને હિન્દુત્વ અલગ છે. જો તે બંને એક જ હોત તો તેમનું નામ પણ એક જ હોત. પરંતુ તેવું નથી. રાહુલ ગાંધીએ કહ્યું, હિંદુ ધર્મ મુસ્લિમ-શીખ મારવાનું નામ નથી. 

શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના ડિજિટલ અભિયાન જગ જાગરણ અભિયાનના લોન્ચિંગ સમયે રાહુલ ગાંધીએ આ વાત કહી હતી. હિન્દુત્વ અને હિન્દુત્વ વચ્ચેના તફાવત પર તેમણે કહ્યું હિંદુ અને હિન્દુત્વ વચ્ચે શું તફાવત છે, શું તેઓ એક જ વસ્તુ હોઈ શકે છે? જો તેઓ એક જ વસ્તુ છે, તો શા માટે તેમનું નામ સમાન નથી? દેખીતી રીતે, પરંતુ આ બંને અલગ વસ્તુઓ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ ય્લ્લ્ પર કટાક્ષ કરતા કહ્યું કે, ય્લ્લ્ની વિભાજનકારી અને નફરતની વિચારધારાએ કોંગ્રેસની પ્રેમ અને રાષ્ટ્રવાદની વિચારધારા પર પ્રભુત્વ જમાવી દીધું છે.

રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ ભડક્યું, સંબિત પાત્રાએ આપ્યો જવાબ

રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ ભડક્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલે હિંદુ ધર્મ પર કરેલો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધીએ ઉપનિષદ કે, બંધારણ વાંચ્યું નથી. જો તે ગ્રંથો વાંચ્યા હોત તો તેઓ આવું બોલ્યા નહોત. તેમનું નિવેદન સંયોગ નથી. પ્રયોગ છે એમ સંબિત પાત્રાએ કહ્યું હતું. 

વધુમાં સંબિત પાત્રાએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખની વાત છે કે ૨૪ કલાકની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ ધર્મ પર ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો છે. સલમાન ખુર્શીદ, અલ્વી શહાબ અને હવે તેમના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી પોતે. વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા રાહુલ ગાંધીએ સલમાન ખુર્શીદના નિવેદન પર તેમના પુસ્તક પર સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતામાં તેઓએ હિન્દુ, હિન્દુત્વ પર પ્રહાર કર્યા છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને ગાંધી પરિવારનું એવું ચરિત્ર રહ્યું છે કે જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ ચોક્કસપણે હિંદુ ધર્મ પર હુમલો કરે છે. સલમાન ખુર્શીદ હિંદુ ધર્મનો વિરોધમાં કહે છે, તેની સરખામણી બોકો હરામ અને ત્લ્ત્લ્ સાથે કરે છે, શશિ થરૂર હિંદુ તાલિબાન કહે છે, જ્યારે ભગવા આતંકવાદ કહેવાય છે ત્યારે દિગ્વિજય સિંહ અને મણિશંકર ઐયર જેવા શબ્દો હિંદુ ધર્મ વિરુદ્ધ વાપરે છે. રાહુલ ગાંધી ભૂતકાળમાં પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે. ગાંધી પરિવારને ભગવાન રામમાં કોઈ શ્રદ્ધા નથી તેમ સંબિત પાત્રાએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here