હિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન 

 

 

          હિન્દી ફિલ્મોના મશહૂર કોમેડિયન જગદીપજીનું 81 વરસની વયે 8 જુલાઈના મુંબઈમાં દુખદ અવસાન થયું હતું. જગદીપનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતું. પરંત બોલીવુડની ફિલ્મોમાં તેઓ જગદીપના નામથી પ્રખ્યાત હતા. રમેશ સિપ્પીની જગમશહૂર અને અતિ સફળ ફિલ્મ શોલેમાં તેમણે નાનકડી હાસ્ય ભૂમિકા ભજવી હતી. સુરમા ભોપાલીની. માત્ર થોડીક મિનટોની આ નાનકડી ભૂમિકામાં જગદીપે જીવ રેડી દીધો હતો. સંવાદ બોલવાની અદાયગી, ચહેરા પરના હાવભાવ અને રમૂજ પ્રગટ કરતી સંવાદ બોલવાની છટાને કારણે સુરમા ભોપાલીએ શોલે ફિલ્મમાં બોલેલા સંવાદો પ્રેક્ષકોના દિલમાં ઘર કરી ગયા હતા. તેમનું નાનકડું પાત્ર જગદીપજીએ એટલી સહજતાથી , અને સરળ રીતે ભજવ્યું હતું( તેમણે આશરે 400 જેટલી ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી હતી)   કે, એ પાત્ર  સુરમા ભોપાલી હંમેશ માટે યાદગાર બની ગયું હતું. બ્રહમચારી, નાગિન, અંદાજ અપના અપના, જેવી ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ સરાહના કરવામાં આવી હતી. અભિનયમાં કયારેક અતિશયોક્તિ ભેળવતા અદાકાર જગદીપે કોમેડીની પોતાની આગવી સ્ટાઈલ ઊભી કરી હતી. તેમની સંવાદ બોલવાની છટા પણ અનોખી  હતી. કોઈની પણ નકલ કર્યા વિના તેમણે એક કલાકાર તરીકે હિન્દી ફિલ્મોના ક્ષેત્રમાં માતબર યોગદાન કર્યું છે. ગુજરાત ટાઈમ્સ કલાકાર જગદીપની સ્મૃતિને બા અદબ સલામ કરે છે. . અલવિદા જગદીપજી. …!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here