હિજાબ પ્રતિબંધનો વિરોધ કરવા પર ૨૪ વિદ્યાર્થિનીઓને કરી સસ્પેન્ડ

 

બેંગલુરૂઃ કર્ણાટકમાં ઘણા સમયથી શાળા-કોલેજોમાં હિજાબનો મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે મંગલુરૂ સ્થિત કોલેજે ૩૪ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ તમામ છાત્રોઍ હિજાબ બેનનો વિરોધ કર્યો હતો. તમામ વિદ્યાર્થિનીઓ ઉપ્પિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજની છે. તેના પર ગાઇડલાઇનનું પાલન ન કરવાનો આરોપ છે. પ્રાપ્ત વિગત અનુસાર સસ્પેન્ડ કરાયેલી આ ૨૪ વિદ્યાર્થિનીઓઍ પાછલા સપ્તાહે હિજાબ પ્રતિબંધ અને સરકારના આદેશ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ક્લાસનો બહિષ્કાર પણ કર્યો હતો. તેને જોતા કોલેજ કમિટીઍ ગાઇડલાઇનનું પાલન ન કરતા આ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં પણ સાત વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે મીડિયાઍ આ માહિતી કવર કરી તો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક સરકારે સ્કૂલો અને કોલેજો માટે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે, જેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ પહેરવો ફરજીયાત કરી દીધો છે. તો ઍક વર્ગ હિજાબ પહેરીને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશની મંજૂરી માંગી રહ્ના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here