હાફિઝ વિરુદ્ધ પાક.ની કોર્ટમાં આરોપો ઘડાયા

Hafiz Mohammad Saeed head of Jamaat-ud-Dawa is seen in Islamabad in this May 22, 2005 file photo. Pakistani authorities have put Saeed, the founder and former head of the Lashkar-e-Taiba militant group under house arrest in the eastern city of Lahore, a spokesman for the Islamic charity now runs said on Thursday. Picture taken May 22, 2005. REUTERS/Faisal Mahmood(PAKISTAN)

લાહોરઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાનની એક કોર્ટે આતંકીઓને નાણાં પૂરાં પાડવાના ગુનામાં દોષિત જાહેર કર્યો છે. હાફિઝ સઇદની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી, જ્યારે બુધવારે સુનાવણી શરૂ થઈ ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે હાફિઝ સઇદ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડ્યા છે.
પાકિસ્તાનના લાહોરની આતંકવાદવિરોધી કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે. હાફિઝ સઇદ પર આરોપો હતા કે તેણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિવિધ શહેરોમાં આતંકી સંગઠનોને નાણાકીય મદદ કરી હતી. આ નાણાંનો ઉપયોગ બાદમાં પાકિસ્તાન અને અન્ય દેશોમાં આતંકી હુમલા માટે કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે આ કેસોમાં હાફિઝ સઇદ અને અન્યો વિરુદ્ધ આરોપો ઘડ્યા છે ત્યારે ગમે ત્યારે તેને સજા સંભળાવવામાં આવી શકે છે. જોકે અગાઉ પણ હાફિઝ સઇદ વિરુદ્ધ પાકિસ્તાને આ પ્રકારનું નાટક કર્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ આવે ત્યારે પાકિસ્તાન હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહીનું નાટક કરે છે અને બાદમાં તેને છોડી મૂકે છે.
શનિવારે જ લાહોરસ્થિત કોર્ટમાં હાફિઝ સઇદ વિરુદ્ધ આરોપો ઘડાવાના હતા, જોકે મામલાનો અન્ય એક આરોપી જફર કોર્ટમાં હાજર નહોતો રહ્યો, જેને પગલે બુધવારે આરોપો ઘડવા પડ્યા હતા. હાલ સઇદ લાહોરની કોટ લખતપ જેલમાં કેદ છે.
હાફિઝે પાકિસ્તાનના નાગરિકોને છેતરવા માટે સમાજ સેવા જેવાં સંગઠનો ઊભાં કર્યાં હતાં અને બાદમાં આ સંગઠન દ્વારા કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. સમાજ સેવાના નામે એકઠાં કરાયેલાં આ નાણાંને બાદમાં આતંકીઓને આપી દીધાં હતાં અને પોતે પણ આતંકી હુમલામાં આ પૈસાનો ઉપયોગ કર્યો હતો. હાલમાં તેના રાજકીય પક્ષ અને સંગઠન એમ બંને પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાફિઝ સઇદના સંગઠન જમાત-એ-ઉલ દાવા અને લશ્કરે તોયબા બંને આતંકી સંગઠનો એકબીજા સાથે મળેલાં છે, તેથી પૂરી શક્યતાઓ છે કે હાફિઝે આ ફંડનો ઉપયોગ લશ્કરે તોયબા માટે જ કર્યો હશે. લશ્કરે તોયબા ભારત સહિત વિશ્વભરમાં અનેક મોટા આતંકી હુમલા કરી ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here