હાઉડી મોદી ઈવેન્ટ બાદ ન્યુયોર્કમાં – મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક – ત્યારબાદ બન્ને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું

0
974

હ્યુસ્ટન ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ યોકર્ના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ન્યુયોર્કમાં બન્ને નોતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા બાદ બન્ને નેતાઓએ સંયુક્તપણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ટ્ર્મપે ફરી એકવાર ભારત- પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા અંગે વાત કરતૈાં મોદજી- ઈમરાન ખાન વચ્ચે મુલાકાત યોજવા બાબત અપીલ કરી હતી. તેમમએ જણાવ્યું હતું કે, એનું સારું પરિણામ આવશે. પાક પ્રરિત આતંકવાદ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં ટ્રમ્પે જણાવ્યું હતચું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલાને સંભાળી લેશે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત- અમેરિકા વચ્ચે જલ્દી વ્યાપારિક સમજૂતી થશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને રોકસ્ટાર એલ્વિસ પ્રિસ્લી  જેવી ગણાવી હતી. તેમમે નરેન્દ્ર મોદીને ફાધર ઓફ નેશન તરીકે ગણાવ્યા હતા. 
       ભારત- પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના આતંકવાદના મુદા્ બાબત વાત કરતાં તેમમે કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મારી દીર્ઘ બેઠક થઈ હતી. આ બેઠકમાં અનેક મુદા્ઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જયાં સુધી આતંકવાદના મુદાંની વાત છે ત્યાં સુધી મને પ્રતીતિ થઈ છેકે, ઈમરાન ખાન પણ શાંતિપૂર્ણ સમાધાન થાય તેવું ઈચ્છે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ બન્ને દેશોના નેતાઓ પરસ્પર મંત્રણા કરીને કોઈ માર્ગ જરૂર શોધી કાઢશે. જયારે વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન એકમેકના વિચારોથી પરિચિત થશે તો એનું જરૂર સારું પરિણામ આવશે. 
                       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનનું આમંત્રણ સ્વીકારીને કાર્યક્રમમાં પધારવા બદલ ટ્રમ્પ પ્રત્યે આભારની લાગણી 
 વ્યક્ત કરી હતી. મોદીએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રંમ્પ માત્ર મારા જ નહિ, સમગ્ર ભારતના સારા મિત્ર છે. આ એક સારો સંકેત છે. ભારત – અમેરિકા ઘનિષ્ઠ મિત્ર છે. મૂલ્યોના આધારે અમારી મૈત્રી વધુ મજબૂત થઈને આગળ ધપી રહી છે. જયાં સુધી અમેરિકા – ભારત વચ્ચે વ્યાપારનો સવાલ છે ત્યારે મને ઓએવાતનો આનંદ છેકે એનર્જી સેકટરમાં 2.5 અબજ  અમેરિકન ડોલરના રોકાણમાટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેને લીધે આગામી દિવસોમાં 60 મિલિયન ડોલરનો વ્યાપાર થશે. એની સાથે 50 હજાર લોકોને રોજગાર મળશે.મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતુંકે, અમે પાકિસ્તાનના વડાપ્રધાનને શપથગ્રહણ સમારંભમાં બોલાવ્યા, મેં ન્યૂનતમ સુરક્ષા સાથે લાહોરનો પ્રવાસ કર્યો , પરંતુ એના બદલામાં અમારા પર આતંકી હુમલાઓ જ કરવામાં આવ્યાહતા.     ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી સપ્ટેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા. હ્યુસ્ટનમાં યોજાયેલા 50હજારથી વધુ ભારતીય- અમેરિકનોના કાર્યક્રમમાં તેમણે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકમંચ પરથીજ ભારીત- અમેરિકનોને સંબોધન કર્યું હતું. અનેક રાજદ્વારી નેતાઓ, અમેરિકાના સેનેટરો તેમજ કોંગ્રેસમેન સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આખો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here