હવે આ મોટી કંપની ખરીદવા જઈ રહ્યાં છે ગૌતમ અદાણી: ૮૩૫ કરોડમાં ડીલ કરી ફાઈનલ

 

નવી દિલ્હી: એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી એક પછી એક સેક્ટરમાં એન્ટ્રી લેતા જાય છે અને તેના કારોબાર વિસ્તારવા માટે મોટી મોટી ડીલ  કરતાં જાય છે. એવામાં હાલ ગૌતમ અદાણીએ ૮૩૫ કરોડ ‚પિયાની એક ડીલ કરી છે. 

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સે આ માહિતી શેર કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું કે તેણે ઇનલેન્ડ કન્ટેનર ડિપોટ ICD TUMBના અધિગ્રહણ માટે નવકાર કોર્પોરેશન સાથે ૮૩૫ કરોડ,રૂપિયાની ડીલ ફાઇનલ કરી છે. 

એક રિપોર્ટ અનુસાર ત્ઘ્ઝ઼ વ્યૃણુએ સૌથી મોટા ઇનલેન્ડ કન્ટેનર ડિપોટમાં શામેલ છે અને તેની ક્ષમતા ૦.૫ મિલિયન એટલે કે ૫ લાખ ટીઇયુ છે. કંપનીએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગોને વધારવા માટે આ ડીલ ઘણી મદદ‚પ સાબિત થશે. સાથે એમને એમ પણ કહ્યું હતું કે ટંબ આઇસીડીની પાસે પશ્ર્ચિમી ડીએફસીથી જોડાયેલ રેલ હેન્ડલિંગ લાઈનો સાથે એક ખાનગી ફ્રેટ ટર્મિનલ છે. 

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના સીઇઓ કરણ અદાણીએ આ ડિલને લઈને કહ્યું હતું કે દેશના સૌથી મોટા આઈસીડીમાંથી એક ટંબ અધિગ્રહણથી અમારી યોજનાને તાકાત મળશે. સાથે જ યુટિલિટી બનવાની અમારી પરિવર્તન રણનીતિ સાથે સાથે અમે અમારા ગ્રાહકોને આર્થિક ડોર ટુ ડોર સેવાઓ પણ પ્રદાન કરવાના અમારા ઉદેશ્યની નજીક જવામાં મદદ‚પ થશે. 

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટોપ-૧૦ અમીરોની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર આ ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ જે ગતિએ વધી રહી છે તે જોતાં તે ટૂંક સમયમાં ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની જાય તેવી શક્યતાને દેશ નકારી શકતું નથી. 

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા જોઈએ તો ગૌતમ અદાણી જે ઝડપે આગળ વધી રહ્યા છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધીને  ૧૩૪.૬ બિલિયન થઈ ગઈ છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

મૂળ ગુજરાતી ગૌતમ અદાણીની ગણતરી દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. આ તરફ હવે  ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે સરકારે ગૌતમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here