સ્પેસ ટુરિઝમમાં સર્જાયો ઈતિહાસઃ Space Xએ સામાન્ય નાગરિકોને ૩ દિવસ માટે મોકલ્યા અંતરિક્ષમાં

 

નવી દિલ્હીઃ બિઝનેસમેન એલન મસ્કની કંપની Space X પહેલું ઓલ સિવિલિયન ક્રૂ બુધવારે રાતે અંતરિક્ષ તરફ રવાના થયું હતું. કંપનીએ પહેલી વખત ચાર સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ મિશનને ઈન્સપિરેશન ૪ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ધરતીની કક્ષામાં જનારું આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનોટ્સ ક્રૂ છે. અંતરિક્ષમાં જનારા ચારેય યાત્રી ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા અંતરિક્ષમાં રવાના થયા છે. તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ૧૬૦ કિલોમીટર ઉંચી ઉચ્ચ કક્ષાએથી વિશ્વની પરિક્રમા કરતા કરતા અંતરિક્ષમાં ત્રણ દિવસ વિતાવશે. ત્યાર બાદ સ્પેસક્રાફ્ટ ફરી પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે અને ફ્લોરિડાના કિનારેથી નીચે પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here