સેવી ગ્રુપ દ્વારા વિશ્વસ્તરની સ્પોર્ટ્સ ક્લબ શરૂ કરાઈ

 

અમદાવાદઃ રમતો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રિયલ એસ્ટેટક્ષેત્રનું મોખરાનું સેવી જૂથ સેવી સ્વરાજ ટાઉનશિપમાં વિશ્વસ્તરની સ્પોર્ટ્સ ક્લબ લોન્ચ કરવા સજ્જ બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બીજી ફેબ્રુઆરીએ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી મહાનુભાવો, મોખરાના ખેલાડીઓ અને રમતક્ષેત્રની વિભૂતિઓ હાજર રહી હતી. સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું હતું કે આપણા અમદાવાદમાં વિશ્વસ્તરની સુવિધાઓ ધરાવતી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ગ્લોબલ ડાયમેન્શન ધરાવતી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ કલબની રચના કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ક્લબ રમતો અને આરોગ્યના ચાહકોને અદ્યતન સુવિધાઓ, નિષ્ણાતો મારફત તાલીમ, રમત પ્રત્યેની ભાવના અને ચારિત્ર્ય સાથે સાથે પોતાનું ધ્યેય સાકાર કરવાની સગવડ પૂરી પાડશે અને સ્પોર્ટ્સ સંસ્કાર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ ક્લબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ફિટ ઇન્ડિયા’ ચળવળને આગળ ધપાવશે.

વધુમાં, જક્ષય શાહે જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓ અને સગવડોની દષ્ટિએ અમદાવાદ કે ભારતમાં આ ક્લબની નિકટ આવી શકે એવી કોઈ ક્લબ નથી. આપણા યુવાનો અને રાષ્ટ્ર અપાર ક્ષમતા ધરાવે છે, માત્ર યોગ્ય માળખાગત સુવિધાઓ અને રમતના કલ્ચરનો અભાવ છે. આ ઊણપ સ્પોર્ટ્સ ક્લબ એની સગવડો, તાલીમ અને કોચિંગ તરફ વિશેષ ઝોક મારફત પૂર્ણ કરશે. રમતક્ષેત્રે શ્રેષ્ઠ સંગઠનો અને વ્યક્તિઓ સાથે જોડાણ કરનારી પહેલી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ છે, જેમ કે બેડમિન્ટન ગુરુકુલના વડા તરીકે ભારતીય રમતના દ્રોણાચાર્ય-પદ્મભૂષણ પુલેલા ગોપીચંદ, વિવિધ રમતો અને રમતવિજ્ઞાન માટે ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી, તરણ પ્રવૃત્તિ માટે કમલેશ નાણાવટી સેવા આપશે. આ ક્લબમાં જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એમાં ૫૦ મીટરનો ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ અને ફૂટબોલ ફિલ્ડ, ક્રિકેટ પીચ, ટેનિસ, બેડમિન્ટન, સ્કવોશ અને બાસ્કેટબોલ કોર્ટ, ટેબલ ટેનિસ અને ૪૦૦ મીટર રીલે ટ્રેકનો સમાવેશ થાય છે. એમાં અદ્યતન સુવિધા સાથેનું જિમ્નેશિયમ અને કાર્ડિયો, સ્ટ્રેન્થ તાલીમ, પ્રોફેશનલ અને સ્પેશિયલ ગ્રુપ ક્લાસિસ અને સ્પોર્ટ્સ સાયન્સ સાથે સ્પેશિયલ કોચિંગ અને ટ્રેનિંગ સુવિધાનો સમાવેશ કરાયો છે. આ અનોખી ધોરણે નિર્માણ પામેલી સ્પોર્ટ્સ ક્લબ છ એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને ૨૦૦ કરોડના ખર્ચે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. સેવી સ્વરાજ ગુજરાતની સૌપ્રથમ આઇજીબીસી ગોલ્ડ રેટેડ ગ્રીન ટાઉનશિપમાં આવેલી છે અને એમાં ૫,૦૦૦થી વધુ પરિવારો નિવાસ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here