સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો : ટીવી સિરિયલના એકટર તરુણ ખન્નાની સંવેદનશીલ અને તર્કબધ્ધ વાતો…

Handout photo of Sushant Singh Rajput.

 

ટીવી એકટર તરુમ ખન્નાએ વિડિયો દ્વારા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે કેટલીક વાતો કહી છે. કેટલાક સવાલો પેશ કર્યા છે. તરુણ ખન્ના વિડિયોમાં કહે છેઃ  તેમને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની વાત ગળે નથી ઉતરતી. એવું કહેવામાં આવી રહ્યું છેકે, સુશાંતે ડિપ્રેશનમાં આવીને સુસાઈડ કર્યું હતું. હું જાણવા માગું છું કે, તેમને કયા પ્રકારનું ડિપ્રેશન હતું કાયપો છે જેવી ફિલ્મમાં કામ કરવાનું કે પછી છિછોરે જેવી 150 કરોડની કમાણી કરનારી ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવવાનું ઈન્ડિયાના સૌથી મોટા અને જાણીતા કાસ્ટીંગ ડિરેકટર મુકેશ છાબડાએ પોતાની ફિલ્મમાં એને હીરો તરીકે લીધો હતો. સુશાંત માટે પૈસાની કમીનો કોઈ સવાલ નહોતો. એ ભણવામાં અસાધારણ હતો, અસાધારણ અભિનય પ્રતિભા ધરાવતો હતો,. એ પોતાની પ્રતિભાથી રાજકુમાર હીરાની અને નિતેશ તિવારી જેવા નિર્દેશકોને કન્વીન્સ કરી શકતો હતો. એ કલાકાર પાસેથી માની લો કે બે- ચાર ફિલ્મોના કરાર જતા રહે તો શું એ આટલો હતાશ થઈ જાય? હું તો એને ઓળખતો પણ નહોતો. પરંતુ મને લાગતું હતું કે એ આપણી ઈન્ડસ્ટ્રીનો માણસ હતો. શું એના જવાથી કોઈને કશો ફરક નથી પડતો. ફિલ્મજગતના મોટા કલાકારો અમિતાભ, શાહરુખ, સલમાન, આમિર ખાન, ઋતિક રોશન , અક્ષય કુમાર  ચૂપ કેમ છે?? તેઓ એમ કેમ નથી કહેતા કે, અમારો એક સાથી મરી ગયો છે, એના મૃત્યુ બાબત સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. સુશાંતનો ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નહોતો. કોઈ મોટા ફિલ્મ નિર્મિાતા કે સ્ટારનો એ પુત્ર નહોતો. એ આઉટસાઈડર હતો, એટલે જ એની આત્મહત્યા બાબત કોઈ કશું બોલતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here