સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 84 દિવસ બાદ એનસીબી ( નારકોટિકસ કંટ્રોલ બ્યુરો ) દ્વારા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ 

Instagram

   નારકોટિકસ ડિપાર્ટમેન્ટ છેલ્લા 3 દિવસથી રિયાની સતત પૂછપરછ કરી રહ્યો હતો.તપાસ દરમિયાન રિયાએએ વાત પણ કબૂલ કરી હતી કે, તે પણ ડ્રગ્સ લેતી હતી. વારંવાર ઈન્કાર કરવા છતાં પણ સુશાંત એને ડ્રગ્સ લેવા માટે મજબૂર કરતો હતો. એનસીબી તપાસ દરમિયાન પૂછવામાં આવતા દરેક સવાલના એ ખોટા જવાબ આપતી હતી. રિયા સાચી હકીકત સંતાડી રહી હોય એવું અધિકારીઓને લાગતું હતું. રિયા ચક્રવર્તીને ધરપકડ કરાયા બાદ ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્ર્ટની અદાલત સમક્ષ રજૂકરવામાં આવી હતી.એનસીબીએ રિયાની રિમાન્ડ કસ્ટડી માટે માગણી કરી નહોતી, પણ એને જામીન નહિ આપવાની, તેમજ તેને 14 દિવસ માટે જયુડિસિયલ કસ્ટડીમાં રાખવાની માગણી કરી હતી. રિયાના વકીલે જામીન માટે કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી હતી. રિયાને 14 દિવસ માટે જયુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. અદાલતી કાર્યવાહીમાં વિલંબ થયો હોવાથી મંગળવારની રાત રિયાએ એનસીબીની કસ્ટડીમાં જ ગાળવી પડી હતી. 

     તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે 9 સપ્ટેમ્બરની સવારે રિયા ચક્રવર્તીને એનસીબીના લોકઅપમાંથી ભાયખલાની જેલમાં શિફટ કરવામાં આવી હતી. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા દ્વારા સ્પેશ્યલ કોર્ટ સમક્ષ જામીન માટે ફરીથી અરજી કરવામાં આવી હતી. રિયાએ જણાવ્યું હતું કે, એનસીબીના પુરુષ અધિકારીઓએ સતત 3 દિવસ સુધી એની પુછપરછ કરી હતી. ત્યારે કોઈ પણ મહિલા અધિકારી હાજર રહી નહોતી. રિયાએ એની અરજીમાં કહ્યું હતું કે, જો મને હિરાસતમાં રાખવામાં આવશે તે મારો જીવ જોખમમાં રહેશે. હું નિર્દોષ છું. મેં કોઈ જ અપરાધ કર્યો નથી. મારી પાસેથી કોઈ ડ્રગ્સ કે સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો નથી.  મારી સામે માત્ર એક જ અપરાધ નોંધવામાં આવ્યો છે, ઓછી માત્રામાં ડ્રગ્સ ખરીદવાનો આરોપ મારા પર છે, તે સિવાય મેં બીજો કોેઈ ગંભીર ગુનો કર્યો નથી. એનસીબીના તપાસ અધિકારીઓએ મને ગુનાનું કબૂલાતનામુ આપવાની જબરજસ્તી કરી હતી. મારી ધરપકડ દરમિયાન જાણે હું ગુનેગાર હોઉં એવું માનવા માટે મને ફરજ પાડવામાં આવી રહી હતી. 

 સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલની આચાર- સંહિતા અને નિયમો મુજબ, સાંજે જેલના કેદીઓની ગણતરી કરવામાં આવ્યા બાદ કોઈ નવા કેદીની ભરતી ત્યારે કરવામાં આવતી નથી. આ જ કારણે , રિયાને એનસીબીના લોકઅપ રીમમાં જ રાત ગુજારવી પડી હતી. રિયા લોકઅપ રુમમાં શાંતિથી સૂઈ શકી નહોતી. તે વારંવાર બેેરકમાં આંટા મારતી જોવા મળતી હતી. 

   રિયાએ પુનઃ જામીન માટે કરેલી અરજીની સુનાવણી 10 સપ્ટેમ્બરે ગુરુવારે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here