સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવે વળાંક હવે ડ્રગ્સનો મામલો સામે આવ્યો .. સીબીઆઈ અને ઈડી પછી હવે નારકોટિકસ કંટ્રોલ બ્યુરો ( એનબીસી) પણ આ અંગે તપાસ કરશે. .

.

      સુશાંતિસંહ રાજપૂતના કેસમાં રોજબરોજ અવનવા ખુલાસાઓ થતા જાય છે. સુશાંત સિંહના વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પડી રહ્યો છે. સુશાંતસિંહની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના મોબાઈલમાંથી ડિલિટ કરાયેલી વિગતો સીબીઆીની તપાસમાં પ્રગટ થઈ રહી છે. રિયાની ગોવાના કહેવાતા બિઝનેસમેન ગૌરવ સાથેની ચેટસમાં ડ્રગ્સના ઉલ્લેખોને લક્ષમાં રાખીને હવે નારકોટિકસ વિભાગનો પ્રવેશ થયો છે. એનસીબીના ડિરેકટર રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળની ટીમ મુંબઈ આવી રહી છે. સુશાંત સિંહ – રિયા ચક્રવર્તીના પરિચિતોના વર્તુળો સહિત બોલીવુડમાં પ્રચલિત મનાતા ડ્રગ્સના વપરાશ અંગે પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવે એવી શક્યતા છે. 

   એનસીબીના ડિરેકટર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહના મોતના મામલામાં ડ્રગ્સના એન્ગલની તપાસ કરવા માટે અમે ખાસ તપાસ ટીમની રચના કરી છે. જે મુંબઈમાં અ અંગે ગહન તપાસ કરશે. 20 અધિકારીઓની તપાસ ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. જેની આગેવાની એનસીબીના ઉપ- નિર્દેશક કે પીએસ મલહોત્રા કરી રહ્યા છે. 

  ગત 26 ઓગસ્ટના બુધવારે એનસીબી દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી, એના ભાઈ શોવિક ચક્રવર્તી, મનેજર સેમ્યુઅલ મિરાન્ડા, જયા સાહ અને એક અન્ય વ્યક્તિ પર એનસીબીની કલમ 27 અંતર્ગત, તેમજ એનડીપીએસ અધિનિયમ(1985)ની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રિયા પર આ કેસ તેના કેટલાક વોટસએપ ચેટસ જાહેર થયા બાદ દાખલ કરવામાં આવ્યો હતો. હવે સીબીઆઈ, ઈડી અને એનસીબી – ત્રણે તપાસ એજન્સીએ જુદા જુદા એન્ગલથી, મહત્વના પ્રાપ્ત પુરાવાઓને ધ્યાનમાં રાખીને તપાસ વધુ સધન બનાવશે.