સુરતને ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી બનાવવાનું આયોજન

 

સુરતઃ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ ચેલેન્જનો મુખ્ય હેતુ ભારતના શહેરોના આયોજન અને વિકાસમાં ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. શહેરમાં બાળકોને રમતગમતની પ્રવૃત્તિ માટેની જગ્યાઓ વિકસિત કરવાનું આયોજન સુરત મહાનગર પાલિકા (મનપા) કરી રહી છે. તે માટે તૈયાર કરવામાં આવી રહેલા તમામ પ્રોજેક્ટો આ ચેલેન્જમાં મનપા રજૂ કરશે.

આ ચેલેન્જમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. અંતર્ગત ગ્રીન વાઈબ્રન્ટ બચપન પ્લે સ્પેસ, જી.ડી. ગોએન્કા પાસે વોક-વે એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ડુમસ કોરિડોરનું ડેવલપમેન્ટ, ચાઈલ્ડ ફ્રેન્ડલી ઝોન તરીકે આંગણવાડી, હેલ્થ સેન્ટર તથા રસીકરણ કેન્દ્રમાં ચિલ્ડ્રન પ્લે એરિયાનું આયોજન, જે પ્રાથમિક શાળામાં બાલવાડી ચાલતી હોય તેવી કેટલીક શાળાની બાલવાડીમાં બાળકો રમી શકે તેવા પ્લે એરિયા તરીકે વિકસાવવા સહિતના વિવિધ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવશે. સુરત મનપા દ્વારા આ ચેલેન્જ અંતર્ગત ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેલેન્જમાં ભારતની તમામ મહાનગરપાલિકા, ડેવલપમેન્ટ ઓથોરિટીઝ, સ્માર્ટ સિટીઝ તેમજ પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેર ભાગ લેશે. આ ચેલેન્જના પ્રથમ તબક્કામાં ૨૦ શહેરની પસંદગી કરવામાં આવશે અને પસંદ થયેલાં શહેરોને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટના પાઈલોટ પ્રોજેક્ટો માટે ૬ મહિના ટેક્નિકલ સપોર્ટ બિલ્ડિંગ ગાઈડન્સ આપવામાં આવશે તેમજ બીજા તબક્કામાં પ્રથમ તબક્કામાં પસંદ થયેલાં ૨૦ શહેર પૈકીનાં ૧૦ શહેરની પસંદગી કરવામાં આવશે અને પ્રોજેક્ટ સ્કેલઅપ માટે બે વર્ષ સુધી માર્ગદર્શન આપવામાં આવશે. સુરત સહિત અન્ય ઘણાં શહેરો આ  ચેલેન્જમાં ભાગ લઈ રહ્યા છે તેઓને ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી બનાવવા માટે અમુક બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવા જણાવાયું છે. ખાસ કરીને શહેરમાં બાળકો માટે ઓપન સ્પેસ ડેવલપ કરવા, રસ્તાઓ પર બાળકોને ચાલવા માટેની અલગથી વ્યવસ્થા કરવી, પબ્લિક સ્પેસમાં નાનાં બાળકોને સ્તનપાન કરાવવા અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવા પર ફોકસ કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here