સુપ્રીમ કોર્ટ સમક્ષ સીબીઆઈના ડિરેકટર આલોક વર્માની પિટિશનની સુનાવણી .

0
976

 

સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા અને એડિશનલ ડિરેકટર રાકેશ અસ્થાના- બન્નેને કેન્દ્ર સરકારે ખાસ આદેશ જારી કરીને ફરજિયાત રજા પર ઉતારી દીધા બાદ ડિરેકટર આલોક વર્માએ સરકારના આદેશને પડકારતી એક પિટિશન સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જેસેફની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી. બુધવારે 24મી ઓકટોબરની રાતે અઢી વાગે અાદેશ જારી કરીને સુપ્રીમ કોર્ટના બન્ને ડિરેકટરોને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. સીનિયર વકીલ ફલી નરીમાને આલોક વર્માનો કેસ રજૂ કર્યો હતો. એજ સમયે રાકેશ અસ્થાનાના વકીલ ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે પણ રાકેશ અસ્થાના વતી પિટિશન દાખલ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને કહેવામાં આવ્યું  આવ્યું હતું કે, અત્યાર સુધી રાકેશ અસ્થાના શું કરતાહતા પિટિશન દાખલ કરવામાં વિલંબ કેમ થયો. હવેતો તમે બસ મિસ કરી દીધી. ..તમારી પિટિશન અમારી પાસે આવી નથી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here