સુપ્રીમ કોર્ટે કોરોના- કાળમાં અનાથ ને અસહાય થયેલાં બાળકોના ભરણ- પોષણથી માંડીને શિક્ષણ સુધીની તમામ જવાબદારી સંભાળવાની તેમજ એ અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવાના અનેક મોટા આદેશ જારી કર્યા… 

 

 કોરોનાકાળમાં સૌથી વધુ બાળકો એ સહન કરવું પડ્યું છે. એક સર્વેક્ષણ અનુસાર, દેશમાં આશરે 30,000 જેટલા બાળકો અનાથ બન્યા છે. તેમના માતા- પિતા કે વાલીઓ કોરોનાનો ભોગ  બનતાં આ બાળકોની દેખરેખ રાખી શકે એવું કોઈ રહ્યું નથી….

       તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે – સુપ્રીમ કોર્ટે એવો આદેશ જારી કર્યો હતો કે, જે બાળકોએ તેમના માત- પિતા કે અભિભાવક (રખેવાળ) કોરાનાને કારણે ગુમાવી દીધા છે.તેવા તમામ બાળકોના ભરણપોષણની તમામ જવાબદારી સંબંધિત રાજયોની તેમજ કેન્દ્રની સરકારોની છે. નામદાર અદાલતે જણાવ્યું હતું કે, તમામ બાળકોનું ભણતર કોઈ પણ જાતના અવરોધ વગર ચાલતું રહેવું જોઈએ. એ સુનિશ્ચિત કરવાની જવાબદારી  સરકારની છે. જો બાળકો સરકારી કે ખાનગી – જે પણ સ્કૂલમાં ભણતા હોય – તે કશા પણ અવરોધ વિના ચાલુ રહેવું જોઈએ, બાળકોને તાત્કાલિક ધોરણે જમવાનું, દવા , રહેઠાણ અને કપડાં ઉપલબ્ધ કરાવવાની ગોઠવણ કરવામાં આવવી જોઈએ. માતા- પિતા ગુમાવનાર બાળકો અંગેની સંપૂર્ણ અધિકૃત માહિતી મેળવીને એને વેબસાઈટ પર સતત અપડેટ કરવામાં આવવી જોઈએ. બાળકો એ દેશનું ભવિષ્ય છે એમની સુરક્ષા બાબત કોઈ પણ પ્રકારની લાપરવાહી હરગિઝ નહિ ચલાવી લેવાય . સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લા પ્રશાસને આદેશ આપ્યો હતો કે, ગત માર્ચ, 2020 બાદથી અનાથ થયેલા તમામ બાળકોની જાણકારી એનસીપીસીઆરના બાળ સ્વરાજ પોર્ટલ પર ઉપલબ્ધ કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here