સુપ્રસિદ્ધ વક્તા અને હિન્દુત્વવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ SGVP મુલાકાતે

 

અમદાવાદઃ સમગ્ર ભારત તથા ભારતની બહાર વસતા હિન્દુઓના દિલમાં જેમનું અનેરું સ્થાન છે એવા પ્રખર હિન્દુત્વવાદી અને વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ SGVP મુલાકાતે પધાર્યા હતા.

અહીં તેઓએ ગૌશાળા, હોલિસ્ટિક હોસ્પિટલ, સંતનિવાસ વગેરે કેમ્પસના વિભાગોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સ્વામી માધવપ્રિયદાસજી તથા સંતો-ઋષિકુમારોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પૂ. સ્વામીશ્રી સાથેની મુલાકાત દરમિયાન પુષ્પેન્દ્રજીએ વર્તમાન સંજોગોને લક્ષ્યમાં લઈને વિસ્તાર પૂર્વક વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત તેઓએ આ પ્રસંગે ખાસ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ એ ગુરુકુલની સંસ્કૃતિ છે. મારા હૃદયમાં જે પ્રકારના ગુરુકુલનો વિચાર દોડે છે અને અમે જે કરવા માંગીએ છીએ એ અહીં ઘણા સમય પહેલા જ સાકારિત પામ્યો છે, જેથી અત્યંત આનંદ થાય છે. અહીંના સાધુઓનો પ્રયાસ અનોખો છે.

અહીંનું શિક્ષણ કેવળ માર્કશીટને મજબૂત કરવાનું નથી, માર્કશીટની સાથે સાથે આપણી સંસ્કૃતિનો પાયો પણ મજબૂત થઈ રહ્યો છે. અહીંનું યોગ સેન્ટર, અહીંની હોસ્પિટલ જોઈને એવું લાગતું જ નથી કે સાધુઓ અહીંનું મેનેજમેન્ટ કરતા હોય. મને અહીં આવીને ખૂબ આનંદ અને હર્ષ થઈ રહ્યો છે. વારંવાર અહીં આવવાનું મન થાય છે. પૂ. સ્વામીજીએ પણ પુષ્પેન્દ્રજીની નીડરતાને બિરદાવી હતી અને તેઓ હિન્દુ ધર્મના વિશેષ કાર્યો કરતા રહે એવી શુભકામના પણ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here