સીબીઆઈ અને મમતા સરકાર  વચ્ચે જંગ : શારદા ચીટ ફંડનો ગોટાળો , જેમાં થઈ છે આશરે 2500 કરોડ રૂપિયાની હેરાફેરી , બીજો ગોટાળો રોઝ વેલી કૌભાંડ, જેમાં 17000 કરોડ રૂપિયાનું કૌભાંડ .

0
981

લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના રહ્યા  છે ત્યારે ભારતના રાજકારણના તખ્તા પર અવનવી ઘટનાઓના નાટકો ભજવાઈ રહ્યા છે. દેશનું રાજકીય ચિત્ર કેવું વરવું, ભયાનક અને નિરાશાજનક છે તેનો આ પુરાવો છે. શારદા ચીટ ફંડના મામલે દેશની સર્વોચ્ચ  કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ અને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર વચ્ચે આક્ષેપબાજી અને ખેંચતાણ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆીની ટીમ કોલકતા પોલીસ કમિશનરની પૂછપરછ માટે તેમના નિવાસસ્થાને ગઈ હતી. ત્યાં તે ટીમને ઘરની અંદર પ્રવેશવા દેવામાં આવી નહોતી , પરંતુ કોલકતાની પોલીસે સીબીઆઈના અધિકારીઓની ધરપકડ કરી હતી. સીબીઆઈની ટીમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી કેન્દ્ર સરકાર પર તાનાશાહીનો આરોપ મૂકીને ઘરણા પર બેસી ગયા હતા. તેઓએ  બીજા દિવસે પણ ધરણાં ચાલુ રાખ્યા હતા. તેમનું સરકારી કામકાજ પણ ધરણાના સ્થળેથી જ સંચાલિત કર્યું હતું.

આ સમગ્ર મામલામાં બે મોટા કૌભાંડની વાત છે. પહેલો મામલો છે શારદા ચીટ ફંડનો અને બીજો મામલો છે રોઝ વેલીનો, આ રોઝ વેલી કૌભાંડમાં 18,000 કરોડ રૂાપિયાની હેરાફેરી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.આ બન્ને કૌભાંડમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સક્રિયપણે સંડોવાયેલા હોવાનું પુરવાર થયું છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બન્ને મામલામાં ચીએમસી- તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ આરોપીઓને મદદ કરી હતી. હવે સીબીઆઈ આ બન્ને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી રહી છે. અાથી મમતા બેનરઝી આ તપાસનો વિરોધ કરીને, એને અટકાવી દેવાના પ્રયાસો કરી રહ્યા છે. કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ થવા દેવામાં આવી નહોતી. મમતા બેનરજી રાજીવ કુમારને મદદકરી રહ્યા છે. જેને કારણે મામલો વધુ વણસ્યો છે.

 

  ઉપરોકત કેસ સાથે સંબૂંધિત ચીટ કંપનીઓએ રોકણકારોને કહ્યું કે તમારી મૂડીનું રોકણ કરો, ને આકર્ષક વ્યાજ મેળવો. સમયમર્યાદા પૂરી થયા બાદ જયારે રોકાણકારો પોતાના નાણા પાછા લેવા ગયા ત્યારે બન્ને કંપનીઓએ નાણાનું રોકણ કરનારા આમ લોકોને તેમના નાણા પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેને કારણે આખરે વાત સુપ્રીમ  કોર્ટ સુધી પહોંચી હતી. આથી 2014માં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. તે સમયે અદાલતે એવો ચોખ્ખો આદેશ આપ્યો હતો કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અને આસામનું પોલીસતંત્ર સીબીઆઈને આ કામગીરી બજાવવામાં પૂરેપૂરો સહકાર આપીને સીબીઆઈની મદદ કરે. રવિવારની સમી સાંજથી પોલીસ તંત્ર અને સીબીઆઈ વચ્ચે આ હાઈપ્રોફાઈલ નાટક ચાલી રહ્યું છે. મમતા બેનરજી ઘરણા પર બેસી  જતાં જ ભારતની રાજનીતિમાં રહસ્ય ,રોમાંચ. ઉત્સુકતા, ઉશ્કેરાટ અને ઉગ્રતા વ્યાપી રહી છે. દેશના ઈતિહાસમાં કદાચ આવું પહેલીવાર બન્યું છે. મમતા બેનરજીની પશ્ચિમ બંગાળ સરકારના ઉપરોક્ત પગલાનો વિરોધ કરીને ન્યાય માગવા સીબીઆઈ એ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. મંગળવારે 5મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ આ પિટિશનની સુનાવણી કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here