સિનેમા ઘરો- મલ્ટિપ્લેકસ અને જિમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત

 

ગાંધીનગરઃ ગુજરાતમાં હોટેલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્કને પ્રોર્પટી ટેક્ષમાં રાહત આપ્યા બાદ હવે મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જિમ્નેશીયમને રાહત આપવાનો નિર્ણય કર્યો છે

મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જિમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જિમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના આ કાળમાં રાજ્યના સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી આર્થિક રાહત આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here