સિક્વલ દરેક વખતે સફળ થાય એ જરૂરી નથીઃ અર્જુન કપૂર

અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે દરેક વખતે કોી હિટ ફિલ્મની સિક્વલ હિટ નીવડે એવું અગાઉથી કહી શકાય નઇહ. ઓરિજિનલ હિટ બની માટે સિક્વલ પણ હિટ બનશે એવું માની ન શકાય. અર્જુન કપૂર ‘નમસ્તે લંડન’ની સિક્વલ ‘નમસ્તે ઇંગ્લેન્ડ કરી રહ્યો છે. મૂળ અને સિક્વલ બન્ને પ્રથમ હરોળના ફિલ્મસર્જક વિપુલ અમૃતલાલ શાહની છે. ઓરિજિનલમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્યાં હતાં, જ્યારે સિક્વલમાં અક્ષય સળંગ તારીખો આપી શકે એમ ન હોવાથી એને બદલે અભિનેતા અર્જુન કપૂરને લેવામાં આવ્યો હતો.
અર્જુન કપૂર આ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. એણે કહ્યું હતું કે મૂળ ફિલ્મ હિટ બનવાના સંજોગો અલગ હોઈ શકે. એટલે સિક્વલ પણ હિટ થવાની છે એવી અપેક્ષા રાખીએ એ ઠીક છે, પરંતુ સિક્વલ સો ટકા હિટ નીવડશે એવું કહી શકાય નહિ. કોઈ સર્જક ફિલ્મ માટે સફળ નીવડશે એવી ભવિષ્યવાણી કરી શકે નહિ.
૨૦૦૭ની હિટ ફિલ્મ ‘નમસ્તે લંડન’ની આ સિક્વલમાં અર્જુન કપૂર સાથે પરિણીતી ચોપરા ચમકી રહી છે. બન્નેની કેમિસ્ટ્રી ફિલ્મ રજૂ થયા પહેલાં જ વખણાવાની શરૂઆત થઈ ગઈ હતી.
અર્જુને કપૂરે કહ્યું કે ફિલ્મ બનાવતી વખતે ભલે એવી આશા રાખીએ કે ફિલ્મ સફળ નીવડે, પરંતુ આખરે તો ઓડિયન્સના હાથમાં તેનો નિર્ણય હોય છે કે ફિલ્મ સફળ થશે કે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here