સાઉદી આરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે

0
1229

 

 

    દુનિયાભરમાં સૌથી વધુ ખનિજ તેલનું  સંયુક્ત ભાગીદારી અને ઉત્પાદન અને નિકાસ કરનારો દેશ સાઉદી અરેબિયા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે ગયા હતા. સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ ખાણ-ઉત્ખનન સહિતના વિવિધ ક્ષેત્રો બાબત ભારતમાં વિશાળ તકો શોધી રહ્યું છે. સાઉદીના રાજદૂત ડો. સાઉદ  બિન- મોહમ્મદ અલ – સતિએ જણાવ્યું હતું કે, સાઉદી અરબ માટે ભારત આકર્ષક રોકાણ માટેનો દેશ છે. અમે ગેસ, ખનિજ તેલ,અને ખાણના ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી માટે વિચાર કરી રહ્યા છે. સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ , એગ્રીકલ્ચર, મિનરલ તેમજ માઈનિંગના ક્ષેત્રમાં ભારતમાં આશરે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા ઈચ્છીએ છીએ. સાઉદી અરબની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારણા કરી રહ્યા છીએ. સાઉદી અરબ ભારતમાં ઊર્જાક્ષેત્રે સોથી મોટો ભાગીદાર દેશ છે. ભારતની 32 ટકા એલપીજી જરૂરિયાત અને 17 ટકા ખનિજ તેલની જરૂરિયાત સાઉદી અરબ પૂરી કરી રહ્યો છે. ભારત અને સાઉદી અરબે સંયુક્ત ભાગીદારી  તેમજ રોકાણ માટે 40 થી વધુ ક્ષેત્રો શોધી કાઢ્યા છે. હાલમાં 34 બિલિયન ડોલરની દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. 

    ભારત અને સાઉદી અરબ- બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રો માટે કરાર કરવામાં આવ્યા છે, જેમાં મેડિકલ ઉત્પાદનોનું નિયમન, તબીબી ક્ષેત્રે માગમાં રહેતી આવશ્યક દવાઓ અને માદક પદાર્થોનું ઉત્પાદન, સંરક્ષણ ઉદ્યોગમાં દ્વિપક્ષીય સહકાર, હવાઇ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. 

 સાઉદ અરબના રાજદૂતે જણાવ્યું હતું કે, સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030નો ફાયદો બન્ને દેશોની સહિયારી ભાગીદારીમાં પણ થશે. વિઝન 2030ની અતર્ગત, સાઉદી અરબ દેશના અર્થતંત્રનો વિસ્તૃત વિકાસ કરવા માગે છે તેમજ દુનિયાના જુદા જુદા દેશોમાં રોકાણ કરીને આવકનાં નવાં માર્ગ ઊભા  કરવા માગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here