સાઉદીમાં દુનિયાનું સૌપ્રથમ સમુદ્ર પર તરતું શહેર બનશેઃ ૬૦ હજાર લોકોના રહેઠાણ તૈયાર થશે

 

સાઉદીઃ દુનિયામાં કાંઇક નવું સંશોધન, અનોખી કારીગરી કરવાની જાણે કે સ્પર્ધા જામી હોય તેમ નવી નવી બાબતો બહાર આવી રહી છે. જેમાં ખાસ કરીને કોઇ હોડીમાં ઘર બનાવીને રહે છે તો કોઇકે ચંદ્ર પર જમીનનો ટૂકડો ખરીદયો છે. જયારે ઘનાઢય લોકો પર્સનલ લકઝરી યાટ ખરીદીને દરિયામાં વૈભવી જીવન જીવવાનો આનંદ માણી રહ્ના છે. જેમાં હવે ઍક ઇટાલિયન કંપની લોકોને પાણીની ઉપર તરતા શહેરમાં રહેવાની તક આપવા આગળ આવી છે. લેઝરીની ડીઝાઇન સ્ટુડીયો નામની ઇટાલિયન ફર્મ ડીઝાઇનરો સાથે મળીને ઍક મહાકાય અને કયારેય ન ડૂબે તેવું યાટ તૈયાર કરવાનો પ્લાન બનાવ્યો છે. આ યાટ પર કોઇ રેસ્ટોરન્ટ કે ઍડવેન્ચર પાર્ક નહીં પરંતુ આશરે ૬૦ હજાર લોકો રહી શકે તે માટે મકાનો તૈયાર કરવામાં આવી રહ્ના છે. કહેવાય છે કે વર્ષ ર૦૩૩ સુધીમાં આ યાટ તૈયાર થઇ જશે. અહીં રહેનાર લોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. મતલબ કે દુનિયાનું સૌપ્રથમ દરિયા ઉપર તરતું શહેર તૈયાર થઇ રહ્નાં છે. દરિયામાં શહેર સર્જવાનો સિટી પ્લાનની સૌથી રસપ્રદ બાબત ઍ છે કે તેનો આકાર વિશાળકાય કાચબા જેવો દેખાશે. પ્લાન અનુસાર બે હજાર ફુટના ફલોટીંગ શહેરમાં ફકત ફલેટ જ નહીં પરંતુ હોટલ, શોપિંગ સેન્ટર, બગીચો, ડોક અને મીની ઍરપોર્ટ પણ હશે. કંપનીને સમગ્ર ડીઝાઇનને તૈયાર કરવામાં ૮ વર્ષનો સમય લાગશે. જો કે તરતા શહેરને વાસ્તવિક રૂપ આપવા માટે સૌપ્રથમ ઍક ડ્રાઇ ડોક બનાવવો પડશે. તેના માટે કંપનીઍ વર્ચ્યુઅલ ઍનઍફઍટી ઍન્ટ્રેસ ટિકીટ અને વીઆઇપી સ્યુટનું વેચાણ શરૂ કરી દીધું છે. આ તરતા શહેરને તૈયાર કરવા માટે આશરે ૬.૭ર બિલિયન ડોલર ઍટલ કે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. જેના ડ્રાઇ ડોક માટે સાઉદી અરબમાં જગ્યા પસંદ કરવામાં આવી રહી છે. આ શહેરને સોલર સેલ દ્વારા ઉર્જા ઉપલબ્ધ કરાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here