સાઉથ ઈસ્ટ એશિયામાં મંકીપોક્સના ચાર કેસ નોંધાયા: ત્રણ ભારતમાં અને એક થાઈલેન્ડમાં: WHO

 

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રાદેશિક ડાયરેક્ટરે સભ્ય દેશોમાં મંકીપોક્સનો સામનો કરવા જાગૃતતા વધારવા અને જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પગલાને મજબૂત કરવાનું આહ્વાન કર્યુ. પ્રાદેશિક ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યુ કે મંકીપોક્સ ઝડપથી અન્ય દેશોમાં ફેલાય રહ્યો છે, જ્યાં તેને કેસ સામે આવ્યા નથી. આ એક મોટી ચિંતાનું કારણ છે. 

સંક્રમણના કેસ પુરુષોમાં વધુ જોવા મળ્યા, જેણે પુરુષો સાથે સંબંધ બનાવ્યા. તેવામાં તે વસ્તી પર કેન્દ્રીત પ્રયાસ કરી બીમારીને વધુ ફેલાવતા રોકી શકાય છે, જેને સંક્રમણનો ખતરો વધુ છે. વૈશ્વિક સ્તર પર ૭૫ દેશોમાં મંકીપોક્સના ૧૬૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. ડબ્લ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં, મંકીપોક્સના ચાર કેસ સામે આવ્યા છે, જેમાંથી ત્રણ ભારતમાં અને એક થાઈલેન્ડમાં મળ્યો છે. પ્રાદેશિક ડાયરેક્ટરે કહ્યું કે મહત્વપૂર્ણ વાત છે કે આપણા પ્રયાસ અને પગલા સંવેદનશીલ અને ભેદભાવ રહીત હોવા જોઈએ. 

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ધેબ્રેયસસે કહ્યુ કે ૭૦થી વધુ દેશોમાં મંકીપોક્સનો પ્રસાર થવો એક અસાધારણ સ્થિતિ છે અને તે હવે વૈશ્વિક ઇમરજન્સી સ્થિતિ છે. ડો. સિંહે કહ્યુ કે વૈશ્વિક સ્તર પર અને ક્ષેત્રમાં મંકીપોક્સનું જોખમ મધ્યમ છે, પરંતુ તેનો આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાવાનો ખતરો વાસ્તવિક છે.

આ સિવાય વાયરસ વિશે હજુ પણ ઘણી વાતોની માહિતી મળી નથી. આપણે મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે સાવચેત રહેવા અને ઝડપથી પગલા ઉઠાવવા માટે તૈયાર રહેવાની જ‚ર છે. મંકીપોક્સ સંક્રમિત જાનવરના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે. એક મનુષ્યથી બીજા મનુષ્યમાં આ સંક્રમણ સંક્રમિતની ત્વચા અને શ્ર્વાસ છોડતા સમયે નાક કે મોઢામાંથી નિકળતા ડ્રોપ્સના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here