સરગમ કૌશલે જીત્યો મિસિસ વર્લ્ડનો ખિતાબ

 

અમેરિકાઃ મિસિસ વર્લ્ડ ૨૦૨૨-૨૩ની જાહેરાત કરવામાં આવી છે. ભારતની સરગમ કૌશલે અમેરિકામાં આયોજીત મિસિસ વર્લ્ડ ૨૦૨૨-૨૩માં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણીની તાજપોશીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્ના છે. સાથે જ બોલિવુડ સેલેબ્સ અને દેશની પ્રતિષ્ઠા વધારવા માટે તેમને અભિનંદન આપી રહ્ના છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સરગમ કૌશલ પિંક ગાઉનમાં જોવા મળી રહી છે અને મિસિસ ઇન્ડિયાનો તાજ જીત્યા બાદ સરગમની આંખો ખુશીના આંસુઓથી ભરાઇ ગઇ છે. મળતી માહિતી મુજબ, સરગમ મિસ વર્લ્ડ ૨૦૨૨નો ખિતાબ જીતીને ૨૧ વર્ષ બાદ તાજ ભારત પરત લાવી રહી છે. સરગમ કૌશલ પહેલા વર્ષ ૨૦૦૧માં અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરે આ ઐતિહાસિક તાજ જીત્યો હતો. તે જ સમયે, વર્ષ ૨૦૦૧માં આ તાજ જીતનારી અભિનેત્રી અદિતિ ગોવિત્રીકરઍ અભિનંદન આપતા તેણે લખ્યું, સરગમ, તમને અભિનંદન, હું આ પ્રવાસનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ છું. વિવેક ઓબેરોય, અભિનેત્રી સોહા અલી ખાન, અદિતિ ગોવિત્રીકર અને મોહમ્મદ અઝહરૂદ્દીન યુઍસઍના લાસ વેગાસમાં આયોજીત કાર્યક્રમમાં જયુરી પેનલના સભ્યોમાં સામેલ હતા. તમને જણાવી દઇઍ કે સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે. સરગમ મોડલ હોવાથી સાથે ટીચર પણ છે. તેમણે વર્ષ ૨૦૧૮માં ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તે જ વર્ષ તેમણે મિસિસ ઇન્ડિયા ૨૦૨૨માં પણ ભાગ લીધો હતો અને ટાઇટલ જીત્યું હતું. હવે તેમણે મિસિસ વર્લ્ડ ૨૦૨૨માં મિસિસ ઇન્ડિયા તરીકે ભાગ લીધો અને તાજ જીતીને ઇતિહાસ રચ્યો છે. મળતી માહિતી મુજબ, સરગમ કૌશલના પતિ ભારતીય નેવીમાં છે. સરગમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શિક્ષક હતા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજયુઍશન કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here