સમાજસેવાનો સ્તુત્ય પ્રયાસ: બ્રેઈનડેડ પુત્રના લીવર-કિડનીનું દાન

 

આણંદ: આણંદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલ બિજલબહેનની તબિયત ખૂબ નાજુક હતી. સીટી સ્કેન અને સર્જરી પણ કરવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા, તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. પરંતુ પરિવારજનોની ઇચ્છાથી સારવાર ચાલુ રાખવામાં આવી હતી. બ્રેઇન ડેડ અંગે માર્ગદર્શન અપાયું હતું અને આ સ્થિતિમાં અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેથી પરિવારજનોએ ચર્ચા કરીને એકસૂરે અંગદાનનો નિર્ણય જાહેર કર્યો હતો અને હોસ્પિટલને જાણ કરી હતી. જો કે આણંદથી સુરત અને અમદાવાદ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર દ્વારા અંગો મોકલવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળે છે. 

નડિયાદમાં વકીલાતનો વ્યવસાય કરતા કેતનભાઇ પ્રભુદાસ પટેલના ૩૯ વર્ષીય પત્ની બિજલબહેનની તબિયત લથડી હતી. જેઓને નડિયાદની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી આણંદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થ લવાયા હતા. જેઓના મગજની નસ ફાટી ગઇ હોવાથી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. દરમ્ાિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ સંતરામ મંદિર, નડિયાદના પૂ. રામદાસજી મહારાજની આજ્ઞા-આશીર્વાદથી અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં આણંદ પોલીસની મદદથી ગ્રીન કોરિડોર બનાવીને માત્ર અઢી કલાકમાં લીવરને સુરતની હોસ્પિટલ અને કિડની અમદાવાદ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.

કેતનભાઇ પટેલના પારિવારિક મિત્ર મિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, બિજલબહેન પરિવારજનો સાથે ચ્હા પી રહ્યા હતા. દરમ્ાિયાન તેઓને એકાએક ઉલ્ટી થતા બેઝીન તરફ ગયા હતા. ત્યાં થોડીવાર ઉભા રહીને બાજુના બેડ પર માથુ ઢાળી દીધું હતું. આથી તેઓને તુરંત નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં રિપોર્ટ કઢાવતા તેઓના મગજની નસ ફાટી ગઇ હોવાનું (બ્રેઇન સ્ટોક) નિદાન થતા આણંદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઝાયડસ હોસ્પિટલમાં બિજલબહેનનું સીટી સ્કેન અને શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. દરમ્ાિયાન ગત તેઓની તબિયત વધુ લથડી હતી અને તબીબોએ તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. બિજલબહેન તંદુરસ્ત હોવાથી તેઓના અંગદાનથી અન્ય જરતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે તેમ હતું. આથી પતિ કેતનકુમારે આ માનવતાવાદી કાર્ય માટે સંમતિ આપી હતી. જેના પગલે મુંબઇથી તબીબોની ખાસ ટૂકડી આણંદ આવી હતી. જેમાં લીવર સુરતની કિરણ હોસ્પિટલ માટે લઇ ગ્રીન કોરીડોરની મદદથી માત્ર અઢી કલાકમાં સુરત પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. તે જ પ્રકારે બે કિડનીને અમદાવાદની કિડની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આણંદ પોલીસે સતર્કતા દાખવીને ગ્રીન કોરિડોરની કાર્યવાહી સત્વરે હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here