સંસદનું  શિયાળુ સત્ર 11ડિસેમ્બરથી શરૂ થશે

0
817
FILE PHOTO: Television journalists report from the premises of India's Parliament in New Delhi, India, February 13, 2014. REUTERS/Adnan Abidi/File Photo
REUTERS/Adnan Abidi/File Photo

સંસદનું  શિયાળુ સત્ર આગામી ડિસેમ્બર મહિનાની 11 તારીખથી પ્રારંભ થઈ રહ્યું છે. 11 ડિસેમ્બરના દિવસે જ પાંચ રાજ્યોની વિધાનસભાની  ચૂંટણીના પરિમામો આવવાની શરૂઆત થશે. 11 ડિસેમ્બરે જ મત ગણતરી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાનમંડળની સંસદીય બાબતો વિષયક સમિતિ(સીસીપીએ) એ શિયાળુ બેઠક 11ડિસેમ્બરથી  8 જાન્યુઆરી સુધી રાખવાની ભલામણ કરી હતી. આગામી 2019ની લોકસભાની ચૂંટણી અગાઉનું ભાજપ સરકારનું આ આખરી સંપૂર્ણ સંસદીય સત્ર હશે. હાલમાં દેશના પાંચ રાજ્યોમાં તબક્કાવાર વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે , જેની મતગણના 11ડિસેમ્બરથી જ શરૂ કરાશે. આ વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર દેશની આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો  પર પણ પડશે. આ પરિણામોનું પ્રતિબિંબ શિયાળુ સત્રની કાર્યવાહી પર પણ અવશ્ય પડવાનું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ . તેલંગાણા અને મિજોરમની વિધાનસભાની ચૂંટણીના પરિણામો 11ડિસેમ્બરે જ જાહેર કરવામાં આવશે. સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે એ બાબતની પુષ્ટિ કરી હતી કે, સંસદનું શિયાળુ સત્ર આઠમી જન્યુઆરી, 2019 સુધી ચાલશે. જેમાં કુલ 20 દિવસોમાં સંસદીય કર્યવાહી થશે. તેમણે જણાવ્યું હતું કે, અમે તમામ રાજકીય પક્ષોનો સાથ- સહકાર અને સમર્થન ઈચ્છીએ છીએ, જેથી સંસદની કાર્યવાહી સારી રીતે ચાલી શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર,

સરકાર રાજ્યસભામાં તીન તલાક વિષયક વિધેયકને પસાર કરાવવાની કોશિશ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here