સંસદના બન્ને ગૃહોમાં આવશ્યક રક્ષા સેવા વિધયેક ( બિલ) પસાર કરાયું.. 

 

   મંગળવારે 3 જુલાઈ ના સંસદના બન્ને ગૃહોમાં આવશ્યક રક્ષા સેવા વિધેયક પસાર કરવામાં આર્વ્યું હતું. આ વિધેયક (બિલ)ને ઉદેશ સરકારી શસ્ત્ર કારખાનાના કર્મચારીઓને હડતાળ પર જતાં રોકવા માટે છે. દેશભરમાં આશરે 41 જેટલાં શસ્ત્રના કારખાનાઓ છે. જેમાં લગભગ 70,000 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. 

 દેશની સુરક્ષા રાખવી એ આવશ્યક અને પ્રથમ કક્ષાની જરૂરિયાત છે, જેમાં કશી જ બાંધછોડ ના થઈ શકે. આવશ્યક સેવા તરીકે ગણવામાં આવતું આ દેશનું સૌથી જૂનું અને મોટું ઔદ્યોગિક સેટઅપ છે. જે રક્ષા મંત્રાલયની દેખરેખ હેઠળ ઉત્પાદન વિભાગ તરીકે કામગીરી બજાવે છે. શસ્ત્રોના કારખાનાઓ રક્ષા હાર્ડવેયર તેમજ ઉપકરણોના સ્વદેશી ઉત્પાદન માટે એક એકીકૃત આધાર બનાવે છે. જેનો ઉદે્શ આપણા  સશસ્ત્ર દળોને અતિ આધુનિક ટેકનિક ધરાવતા યુધ્ધ-  ઉપકરણોથી સજ્જ કરવાનો છે. જો કે વિરોધપક્ષાના સભ્યોએ આ બિલને કઠોર ગણાવ્યું૆ હતું. તેમણે કહ્યું હતું કે, આ બિલ શસ્ત્રૃ કારખાનાઓમાં કામ કરનારા કામદારોને તેમના લોકતાંત્રિક અધિકારોથી વંચિત કરે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ બિલ પસાર કરવા અગાઉ તમામ કર્મચારી સંઘો ને વિશ્વાસમાં લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here