શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રિરંગા ધ્વજની સજાવટ સાથે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

 

અમદાવાદઃ ભારત એક વિશાળ દેશ છે. તેમાં અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. ખાનપાન, બોલચાલની વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીંની સામાજિક સંસ્કૃતિની વિશેષતા રહે છે. એકતાની આ અનુભૂતિને આપણે સામાજિક, રાજનૈતિક જીવન નિર્માણમાં મદદ કરી છે.

૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટ એટલે સ્વતંત્ર દિન કહેવામાં આવે છે. ૧૫ ઓગષ્ટ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આજનો ભારતના ઈતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે

આ દિવસથી ભારતમાં બ્રિટીશરોની સત્તાનો અંત આવ્યો હતો. આ પર્વ આઝાદીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર જાહેર કરવામાં આવેલો છે. આજે એક એવો દિવસ છે જેના માટે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. કોરોના કાળમાં આ વખતે સમગ્ર દેશમાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સિંહાસનને રાષ્ટ્ર ધ્વજથી સજાવટ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here