શ્રી કૃષ્ણ હોસ્પિટલને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૃપ દ્વારા હેલ્થકેર આઈકોન એવોર્ડ અપાયો

 

આણંદઃ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૃપ દ્વારા હેલ્થકેર આઈકોન, 2021 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સન્માન હોસ્પિટલને સેવાભાવી સંસ્થા તરીકે સંભાળમાં આપેલ અમુલ્ય યોગદાન બદલ આપવામાં આવ્યો. વડોદરામાં આયોજિત સમારંભમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૃપ દ્વારા ‘આરોગ્ય સંભાળ કર્તાઓને કોરોના વાયરસની લડાઈમાં આપેલ મુલ્યવાન ફાળા અને તબીબી વિજ્ઞાનમાં આપેલ ઉદાહરણીય યોગદાન માટે બિરદાવવામાં આવ્યું હતું.’
વડોદરામાં આયોજીત કાર્યક્રમમાં ડો. વિનોદ રાવ, રાજ્ય સરકારના એજ્યુકેશન સેક્રેટરી અને કોવિડ-19ની સ્પેશ્યલ ડ્યુટીના ઓફીસરના હસ્તે હોસ્પિટલના પ્રતિનિધિ તરીકે કોર્પોરેટ કોમ્યુનિકેશન વિભાગના જનરલ મેનેજર પાર્થી ચક્રવર્તી અને વિભાગના મિડીયા મેનેજમેન્ટના હેતલ દવે એવોર્ડ અને સર્ટીફીકેટ સ્વીકાર્યુ હતું.
આ કાર્યક્રમમાં ડો. રાવે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની લડાઈમાં આરોગ્ય સંભાળ કર્તાઓએ અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કર્યુ હતું. જેથી આ રોગચાળામાં સંક્રમિત દરદીઓને યોગ્ય સારવાર પૂરી પાડી શક્યાં. જેમાં છેવાડાના વ્યક્તિનું યોગદાન પણ મહત્વનું હતું. જેવું કે આરોગ્ય સંભાળકર્તા ઉપરાંત ડોક્ટર્સ, નર્સિસ, એટેન્ડન્ટ, વોર્ડ બોય અને ક્રિએટોરીયનના સ્ટાફનો ફાળો પણ અમૂલ્ય છે.
900 પથારી ધરાવતી આણંદની એકમાત્ર આધુનિક અને વિશાળ હોસ્પિટલ તરીકે નવ એપ્રિલ, 2020થી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ની સારવાર આપવા માટે નિમણૂંક કરવામાં આવી છે. જેના માટે હોસ્પિટલે 102 આઈસીયુ પથારી ધરાવતું વે-મેઈડ ક્રિટીકલ કેર સેન્ટરને કોરોના વાયરસની સારવાર માટે ફાળવવામાં આવ્યું હતું. હોસ્પિટલે અનેક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરીને દરેક સંશોધનો અને ક્ષમતાઓને કામે લગાડી કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓને સારવાર પુરી પાડી હતી. આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોના વાયરસનો પડકાર દરેક માટે નવો હતો. ગંભીર પરિસ્થિતિવાળા કોવિડના દરદીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલને વધુ આઈસીયુ પથારી અને કુશળ સ્ટાફની સાથે ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર્સ, દવાઓ, પીપીઈ સ્કીટ અને અન્ય જરૂરી વ્યવસ્થાની સગવડ કરી હતી. અત્યારસુધી હોસ્પિટલે આણંદ જિલ્લા ઉપરાંત અમદાવાદ, ખંભાત અને ખેડા જિલ્લાના 2500 કરતા વધારે કોરોના વાયરસના દરદીઓને સારવાર પુરી પાડી છે.
આ સમયગાળામાં ગંભીર સારવાર અર્થે આવતા દરદીઓને પણ સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલ તેના મુળભૂત હેતુ પિડીતોને સાંત્વના આપવી અને પૈસાના અભાવે સારવાર માટે ક્યારેય કોઇને નકાર્યા નથી. દર વર્ષે સંસ્થા જરૂરિયાતમંદ દરદીઓ સારવાર માટે રૂ. 40 કરોડની ખાદ્ય ભોગવે છે અને રાહત દરે અપાતી સારવારની અનેક યોજનાઓ હોસ્પિટલમાં કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here