શેરબજારમાં તેજી સેન્સેક્સ ૧૩૩૫, નિફ્ટી ૩૮૩ પોઈન્ટનો વધારો

 

મુંબઈઃ ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૧૩૩૫ પોઇન્ટ વધી ૬૦૬૧૧ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮૩ પોઇન્ટ વધીને ૧૮૦૫૩ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર એચડીએફસી બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા, એચયુએલ, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યા હતાં. એચડીએફસી બેન્ક ૯.૯૭ ટકા વધીને ૧૬૫૬.૪૫ પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા ૩.૩૨ ટકા વધી ૧૮૩૫.૬૫ પર બંધ રહ્યો હતો. જોકે ઇન્ફોસિસ, ટાઇટન કંપની, ટાટા કોન્સ. પ્રોડ્ર સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતાં. ઇન્ફોસિસ ૧.૦૫ ટકા ઘટીને ૧૮૮૨.૪૫ પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ તમામ ૧૧ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ થયા. તેમાં નિફ્ટી બેન્ક (૪ ટકા) અને નાણાંકીય સેવાઓ (૪.૬૪ ટકા) સાથે સૌથી વધારે વધ્યા હતાં. બીજી તરફ ઓટો ૧.૧૯ ટકા અને આઇટી ઇન્ડેક્સમાં (૦.૨૭ ટકા) તેજી જોવા મળી. ખાનગી બેન્કોમાં ૩.૯૨ ટકાની તેજી રહી. રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૩૪ ચઢ્યો. બીજી તરફ મીડિયા ૧.૧૪ ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ ૧.૩૧ના વધારા સાથે બંધ થયા. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૩૧૦.૯૯ ટકા (૧.૨૭ ટકા)ની તેજી સાથે ૨૪૭૫૪.૫૮ પર બંધ થયો. સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ૪૮૩.૦૧ પર બંધ થયો. મિડકેપમાં બજાજ હોરંલ્ડગ (૧૨.૮૪), જેએસડબલ્યુ (૫ ટકા), આઇઆરસીટીસી (૪.૩૫ ટકા) અને ટાટા પાવર (૨.૬૭ ટકા) વધ્યા. સ્મોલકેપમાં જુઆરી, એસએમએલ ઇસુજુ, ગોદરેજમાં ૨૦-૨૦ ટકાની તેજી રહી. બીજી તરફ એચડીએફસી બેન્ક અને એચડીએફસી લિમિટેડના વિલયથી બજારને ચમકવામાં મદદ મળી. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ પ્રોડક્ટ અને જ્વેલરી અને કેમિકલના શિપમેન્ટ વધવાથી ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષમાં ભારતની નિકાસમા ૪૧૮ બિલિયન અમેરિકી ડોલર પહોંચવાથી પણ બજારને સમર્થન મળ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here