વોશિંગ્ટન ડીસીમાં ‘આપી’ દ્વારા વાર્ષિક લેજિસ્લેટિવ ડેનું આયોજન

0
838
વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ હિલમાં આયોજિત મીટમાં ડો. સંપત શિવાંગી (જમણેથી બીજા, નીચલી હરોળમાં) સાથે અન્ય ‘આપી’ સભ્યો અને કોંગ્રેસના સભ્યો

વોશિંગ્ટન ડીસીઃ ધ અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી) દ્વારા તાજેતરમાં વાર્ષિક લેજિસ્લેટિવ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આપી’ અમેરિકામાં બીજું સૌથી વિશાળ ફિઝિશિયનોનું એસોસિયેશન છે.
સાઉથ એશિયન અમેરિકન્સના કાર્ડિયોવાસ્કયુલર હેલ્થકેરમાં કેવી રીતે સુધારો કરવો, પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સની કિંમત ઘટાડવી, ગ્રીનકાર્ડ રિફોર્મ્સ, રેસિડેન્સી સ્લોટમાં વધારો કરવો, મેડિકેર-મેડિકેઇડ રિએમ્બર્સમેન્ટ્સ વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
લેજિસ્લેટિવ ડેમાં ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટીના ઘણા અગ્રણી કોંગ્રેસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રુપ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસમાં વિવિધ સેન્ટરો અને સભ્યોને પણ મળ્યું હતું.
લેજિસ્લેટિવ ડેમાં ડો. સંપત શિવાંગી (લેજિસ્લેટિવ કો-ચેર), ડો. વિનોદ કે. શાહ (લેજિસ્લેટિવ ચેર), ડો. ગૌતમ સમાદર (આપી પ્રેસિડન્ટ), ડો. સુધીર સેખસારિયા (જીડબ્લ્યુએપીઆઇ) તેમ જ અમેરિકાનાં વિવિધ રાજ્યોના 100થી વધુ ફિઝિશિયનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અમેરિકન મેડિકલ એસોસિયેશન, અમેરિકન થોરાસિસ સોસાયટી અને સાઉથ એશિયન ફિઝિશિયન્સ ઓર્ગેનાઇઝેશનોના સભ્યો પણ હાજર રહ્યા હતા.
સભ્યો મિસિસીપી સેનેટર રોજર વિકર, સેનેટર સિન્ડી હાઇડ-સ્મિથ, સેનેટ મેજોરિટી લીડર મીચ મેક્કોનેલ ઓફિસમાં મળ્યા હતા.
કોંગ્રેસના સભ્ય માઇક કેલી હેલ્થકેર સિસ્ટમમાં ભારતીય ડોક્ટરોની જરૂરિયાત વિશે પ્રવચન આપ્યું હતું. રિપ. રાજા કૃષ્ણમૂર્તિએ ફિઝિશિયન્સ કોમ્યુનિટીમાં ભારતીય ડોક્ટરો જે વેલ્યુ એડિશન લાવ્યા છે તેની વાત કરી હતી.
આ મીટ દરમિયાન રિપ. રો ખન્નાએ પ્રવચન આપ્યું હતું.
અગ્રણી યુએસ કોંગ્રેસનલ અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં એડ રોયસ, જોકવીન કાસ્ટ્રો, પ્રમીલા જયપાલ, રો ખન્ના, તુલસી ગેબાર્ડ, જો વિલ્સન, ફ્રેન્ક પેલોન, ગ્રેગ હાર્પર, માઇક કેલી, રાજા કૃષ્ણમૂર્તિ, જો ક્રાઉલી, એન્ડી બાર, સ્ટીવ ચાબોટ, બાર્બરા કોમસ્ટોક, ફીલ રો, પીટર રોસકેમનો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here