વીમા કંપની એલિયાન્ઝને ઈતિહાસનો સૌથી મોટો ૪૬૦૦૦ કરોડનો દંડ

 

નવી દિલ્હીઃ ગ્રાહકોને ગેરમાર્ગ દોરી ખોટા રોકાણ કરાવવાના એક કેસમાં વિશ્વની ટોચની ઇન્સ્યોરન્સ કંપની પર ૬ અબજ ડોલર એટલે કે ૪૬,૦૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇપણ વીમા કંપનીને થયેલો સૌથી મોટો દંડ છે.

યુરોપીયન વીમા અને નાણાંકીય સેવા પ્રદાતા એલિયાન્ઝને તેના યુએસ એસેટ મેનેજમેન્ટ યુનિટમાં કોરોના મહામારીની શરૂઆતમાં બહાર આવેલી છેતરપિંડીના કેસને કારણે ૬ અબજ ડોલરથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આવકની દષ્ટિએ એલિયાન્ઝ વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી અને નેટ પ્રીમિયની દષ્ટિએ સાતમી અને કુલ એસેટસની દષ્ટિએ દુનિયાની સૌથી મોટી કંપની છે. આ એલિયાન્ઝ કંપની ભારતમાં બજાર કંપની સાથે જોડાણ ધરાવે છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (એસઇસી) સાથેની એલિયાન્ઝ પતાવટને કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે. એલિયાન્ઝ અને તેના ત્રણ ભૂતપૂર્વ સિનિયર પોર્ટફોલિયો મેનેજર સામે આરોપો ઘડનાર એસઇસીએ જણાવ્યું કે એલિયાન્ઝ એક વ્યાપક સ્તરની છેતરપિંડી યોજના સાથે સંકળાયેલ હતા. તેણે સ્ટ્રકચર્ડ આલ્ફા તરીકે ઓળખાતી જટિલ ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટજીના ગંભીર મસમોટા નુકસાનના જોખમને છુપાવ્યું હતું. માર્ચ ૨૦૨૦ના કોરોના મહામારી સમયના માર્કેટ ક્રેશમાં આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આ માર્કેટ કડાકામાં એલિયાન્ઝે આ સ્ટ્રેટજીમાં અબજો ડોલર ગુમાવ્યા હતા. સ્ટ્રકચર્ડ આલ્ફા રોકાણોની જોખમી પ્રકૃતિને ઓછી કરવા માટે ઇન્વેસ્ટર ડોકયુમેન્ટો ફરીથી લખવામાં આવ્યા હતા. મેનહટ્ટનની ફેડરલ ડિસ્ટ્રકટ કોર્ટમાં દાખલ કરાયેલી ફઉઈની ફરિયાદમાં આરોપ છે કે સ્ટ્રકચર્ડ આલ્ફાના મુખ્ય પોર્ટફોલિયો મેનેજર ગ્રેગોઇર ટુર્નાન્ટે સ્ટ્રકચર્ડ આલ્ફામાં અંદાજે ૧૧ અબજ ડોલરનું રોકાણ કરનારા ઇન્વેસ્ટરોને ગેરમાર્ગ દોરવા માટે મલ્ટીયર સ્કીમ ઘડી હતી અને પ્રતિવાદીઓને ૫૫ કરોડ ડોલરથી વધુની ચૂકવણી કરી હતી. કાર્યવાહી બાદ એલિયાન્ઝ યુએસ એસેટ મેનેજમેન્ટ યુનિટે એસઇસી સાથે કેસની પતાવટ કરવા ૧ અબજ ડોલર આસપાસની રકમ ચૂકવવાની અને તેની પેરન્ટ કંપની એલિયાન્ઝ સાથે મળીને આ છેતરપિંડીનો ભોગ બનનારને ૫ અબજ ડોલરની માતબર રકમ ચૂકવવા સંમત થયા હતા. એલિયાન્ઝના આ કૌભાંડનો ભોગ બનનારા કુલ ૧૧૪ સંસ્થાકીય રોકાણકારોમાં શિક્ષકો, પાદરીઓ, બસ ડ્રાઇવરો અને એન્જિનિયરો માટેના પેન્શન ફંડોનો સમાવેશ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here