વિશ્વ – આરોગ્ય સંસ્થા WHO કહે છેઃ દુનિયાના તમામ લોકોને પહોંચી વળાય એટલી વેકસીન ઉપલબ્ધ થતાં હજી બહુ સમય લાગવાની સંભાવના

..

       કોવિદ- 19ની મહામારીે જગતમાં હાહાકાર મચાવી દીધો છે. હજી દુનિયના મોટાભાગના દેશોમાં કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે. રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાના સંક્રમણનો આંક 50 લાખની સંખ્યા વટાવી ચૂક્યો છે. કોરોના વાયરસથી જગતને કયારે છૂટકારો મળશે એની રાહ હર કોઈ જોઈ રહ્યું છે. કોરોનાની રસી અલગ અલગ દેશોમાં પહોંચાડવા અંગેની ન્યાયસંગત યોજના કરવામાં આવી રહી છે. આગામી 2021ના વર્ષની મધ્ય સુધીમાં કરોડો ડોઝ તૈયાર કરવા પડશે. WHOના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્ય સ્વામીનાથને કહયું હતું કે, 2022 સુધીમાં જરૂરી માત્રામાં રસી મળવી મુશ્કેલ છે. જોકે એવું માનવામાં આવી રહયું છે કે જાન્યુઆરી સુધીમાં સમગ્ર દુનિયાને વેકસીન મળી જશે અને બધું થાળે પડી જશે.  પરંતુ એવું બનશે નહિ. ચીન રસીના મામલે આક્રમકતાથી આગળ વધી રહ્યું છે. આગામી નવેમ્બર- ડિસેમ્બર સુધીમાં ચીનને સ્થાનિક રીતે રસી વિકસાવવાના અધિકાર મળી રહેશે. સ્વામીનાથને જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રકારે ટ્રાયલનું કામ ચાલી રહયું છે, એમાં ઓછામાં ઓછો 12 મહિનાનો સમય તો લાગી જ જશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here