વિશ્વનાં ૧૫ સૌથી ગરમ શહેરોમાં ભારતનાં ૧૦ શહેરોઃ જૈકાબાદ અને ચુરુ સૌથી ગરમ

 

નવી દિલ્હીઃ હવામાનની નિગરાની કરતી વેબસાઇટ અલ ડોરેડોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વના ૧૫ સૌથી ગરમ શહેરોમાંથી ૧૦ શહેરો ભારતનાં છે. જયારે અન્ય પડોશી દેશોમાં છે. રાજસ્થાનના પાટનગર જયપુરથી લગભગ ૨૦ કિમી ઉત્તરમાં સ્થિત ચુરુમાં મંગળવારે દેશનું મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ચુરુને થાર રણનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. 

જોકે પાકિસ્તાનના જૈકબાબાદ અને ચુરુનું તાપમાન ધરતી પર સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયું છે. બિકાનેર, ગંગાનગર અને પિલાની રાજસ્થાનનાં ત્રણ અન્ય શહેર છે, જે ધરતી પર સૌથી ગરમ જગ્યા તરીકે નોંધાયેલાં છે. સૌથી ગરમ શહેરોમાંથી બે ઉત્તર પ્રદેશનાં બે અને બે મહારાષ્ટ્રનાં હતાં. ઉત્તર પ્રદેશનું બાંદા અને હરિયાણાના હિસારમાં પણ મંગળવારે ૪૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

સૌથી ગરમ શહેરોની યાદીમાં ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસની સાથે નવી દિલ્હી, ૪૭.૪ ડિગ્રીની સાથે બિકાનેર, ૪૭ ડિગ્રીની સાથે ગંગાનગર, ૪૭ ડિગ્રી સાથે ઝાંસી, ૪૬.૯ ડિગ્રી સાથે પિલાની, ૪૬.૮ ડિગ્રી સાથે નાગપુરનું સોનગાંવ અને ૪૬.૫ ડિગ્રી તાપમાન સાથે અકોલા છે. ચુરુમાં પાછલાં ૧૦ વર્ષોમાં મેમાં બીજી વાર સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર ચુરુમાં ૧૯ મે, ૨૦૧૬એ ૫૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં ૨૨ મેએ ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ તાપમાન સતત વધી રહ્યું હતું. ૨૩ મેએ ૪૬.૬, ૨૪ મેએ ૪૭.૪, ૨૫ મેએ ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજયના અન્ય બે શહેરોમાં પણ તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કોટા અને જેસલમેરમાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here